GUJARATMODASA

શામળાજી: ભક્તિમય વાતાવરણમાં પરંપરાગત રથયાત્રા યોજાઈ, ચાંદીના રથમાં નિકરી યાત્રા 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

શામળાજી: ભક્તિમય વાતાવરણમાં પરંપરાગત રથયાત્રા યોજાઈ, ચાંદીના રથમાં નિકરી યાત્રા

શામળાજી યાત્રાધામમાં આજે ભવ્ય અને પરંપરાગત રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. વરસાદી વાતાવરણ વચ્ચે ભગવાન શામળિયા શેઠના લાલજી સ્વરૂપે નગરચર્યાએ નીકળતા ભક્તોમાં ભક્તિની લહેર જોવા મળી.

ચાંદીના રથમાં વિરાજમાન ભગવાન શામળિયાની એક ઝલક મેળવવા ભક્તો ઉમટી પડ્યા. મેઘરાજાએ પણ મહેર કરી — ધીમી ઝરમર વરસાદમાં ભગવાનની રથયાત્રા વધુ શીતળ બની.રથયાત્રા મંદિર પરિસરમાં પાંચ આંટા ફર્યા પછી પૂર્ણ થયો. ભક્તોએ ધૂન, ભજન અને જયઘોષ સાથે ભગવાનનું સ્વાગત કર્યું. એવી માન્યતા છે કે આ યાત્રાથી આશીર્વાદ મળી નગરમાં શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ થાય છે.

Back to top button
error: Content is protected !!