
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : DYSP નવીન આહીરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસકર્મીઓ અને TRBને ટ્રેનિંગ
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ઉચ્ચ અધિકારીઓ અને સંકલનની બેઠકમાં ટ્રાફિક સમસ્યા હંમેશા ચર્ચામાં રહે છે ટ્રાફિક સમસ્યા નિવારણ માટે પોલીસતંત્ર સતત મથામણ કરી રહ્યું છે જોકે મોડાસા શહેરના મુખ્યમાર્ગો પર લારી પાથરણા વાળાઓ અડિંગો જમાવી દેતા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ માટે રોડ પરથી પસાર થવું પડતું હોવાથી ટ્રાફિક સમસ્યા વધી રહી છે
અરવલ્લી જીલ્લામાં પ્રોબેશનલ DYSP નવીન આહીરના માર્ગદર્શન હેઠળ અરવલ્લીમાં ટ્રાફિક પોલીસને તૈયાર કરવા માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને મોડાસા શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે ત્યારે અનેક વખત રજૂઆત બાદ અરવલ્લી જિલ્લા પોલીસ તેમજ એનજીઓના સંયુક્ત ઉપક્રમે એક તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે હતું જેમાં અરવલ્લી જીલ્લાના પોલીસના કર્મચારીઓ તેમજ ટીઆરબી જવાનોને ટ્રાફિક નિયમનને લગતી માહિતી આપવામાં આવી હતી.આ માટે નિવૃત્ત પોલિસ અધિકારીઓની એક ટીમ જોડાઈ હતી.સમગ્ર તાલિમનું નિરીક્ષણ ડીવાયએસપી સહિતના અધિકારીઓએ કર્યુ઼ હતું.
મોડાસા શહેર સહીત સમગ્ર જીલ્લાના તાલુકા મથકોએ દિવસેને દિવસે ટ્રાફિક સમસ્યા વધી રહી છે મોડાસા શહેરના બસ સ્ટેન્ડ પાછળ અને ચાર રસ્તા પર વારંવાર ટ્રાફિકજામ થઇ રહ્યો છે વાહનચાલકો પણ રોન્ગ સાઈડ વાહનો હંકારતા
હોવાની સાથે રોડ પર આડેધડ પાર્કિંગ કરતા ટ્રાફિક સમસ્યા વકરી રહી છે વાહન ચાલકોએ પણ ટ્રાફિક સેન્સ કેળવવાની તાતી જરૂરિયાત છે





