GUJARATPANCHMAHALSHEHERA

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાનપુર તાલુકાના બી.એલ.ઓ.ને તાલીમ અપાઈ

 

મહીસાગર લુણાવાડા

નિલેશકુમાર દરજી મહીસાગર

 

મતદાર યાદી સુધારણા કાર્યક્રમને અસરકારક રીતે પાર પાડવાના ભાગરૂપે, આજરોજ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં એક મહત્વપૂર્ણ તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખાનપુર તાલુકા મામલતદાર કચેરીના મિટિંગ હોલ ખાતે આયોજિત આ સત્રમાં ખાનપુર મામલતદાર અધ્યક્ષતામાં તાલુકાના તમામ બૂથ લેવલ ઓફિસરો (B.L.O. શ્રીઓ) ને તાલીમ આપવામાં આવી હતી.

 

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય બી.એલ.ઓ. દ્વારા થતી મતદાર યાદી સંબંધિત કામગીરીને ડિજિટલ બનાવવાનો હતો. બી.એલ.ઓ. શ્રીઓને ઇન્યુમિરેશન ફોર્મ (Enumeration Form) ને બી.એલ.ઓ. એપ (BLO App) માં કેવી રીતે ભરવું તેની સઘન તાલીમ આપવામાં આવી હતી.

 

આ તાલીમ દ્વારા ચૂંટણી પંચના નિર્દેશ મુજબ મતદાર યાદીની કામગીરીમાં ઝડપ, પારદર્શિતા અને ચોકસાઈ લાવવાનો લક્ષ્યાંક છે. મામલતદારશ્રીએ તમામ બી.એલ.ઓ.ને તાલીમમાં આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ સમયસર અને ભૂલરહિત કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

Back to top button
error: Content is protected !!