કાલોલ નગરમાં આવેલી શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે પ્રસસ્ત એપ અંતર્ગત તાલીમ યોજાઇ.

તારીખ ૨૧/૦૨/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કાલોલ બ્લોક ની 8 કલસ્ટરની તમામ સરકારી શાળા/આશ્રમ શાળા/ગ્રાન્ટેડ શાળાઓના આચાર્યની પ્રસસ્ત એપ અંતર્ગત તાલીમ શ્રી સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ કાલોલ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર ખાતે શુક્રવારે યોજાઇ હતી .જેમાં પ્રશસ્ત ચેકલિસ્ટના ઉપયોગ દ્વારા કેવી રીતે શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકોને ઓળખી શકાય તે માટે વિવિધ 21 પ્રકારની દિવ્યંગતાની માહિતી તથા એપ્લિકેશન નો ઉપયોગ કેવી રીતે કરવો અને તમામ બાળકોનું સ્કેનિંગ કેવી રીતે કરવું તેની વિસ્તૃત માહિતી તજજ્ઞ સોમાભાઈ રોહિત,હર્ષદભાઈ પરમાર ,હીનાબેન સુથાર,હિતેષભાઇ મકવાણા, જીગ્નાશાબેન રાઠવા,પારૂલબેન વણકર તથા MIS ઈન્દ્રજીત પરમાર દ્વારા ઉપસ્થિત સૌ આચાર્યોને 2 વર્ગોમાં આપવામાં આવી હતી.આ પ્રસંગે 8 ક્લસ્ટરના તમામ CRC કો.ઓર્ડીનેટર હાજર રહ્યા હતા.







