GUJARATKUTCHMANDAVI

માંડવીમાં રાજપર ગામે મેઘવંશી ગુર્જર સમાજવાડી ખાતે અટલ ભૂજલ યોજના અંતર્ગત તાલીમ યોજાઈ

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૨૯ જુલાઈ : માંડવી તાલુકામાં રાજપર ગામે મેઘવંશી ગુર્જર સમાજવાડી ખાતે અટલ ભૂજલ યોજના હેઠળ તાલીમ યોજાઈ હતી. આ તાલીમમાં અટલ ભૂજલ યોજનાના શ્રી હરેશ વાઘેલા (IEC Expert) અને શ્રી ગૌરવ પાટીલ (Hydrologist) દ્વારા અટલ ભૂજલ યોજનાની શરૂઆત, અટલ ભૂજલ યોજના હેઠળ કરવામાં આવેલા કામ, ગ્રામ પંચાયતને ફાળવામાં આવેલા સાધન, પાણીના સ્તર ઊંચા કઈ રીતે લાવવા સહિતની બાબતે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમમાં ૫૫ ખેડૂતોએ ભાગ લીધો હતો.

જેમાં ACT માંથી શ્રી નીતાબેન ખુબચંદાણી દ્વારા યોજના અંતગર્ત વિવિધ પ્રવૃત્તિ અને કાર્યોની ચર્ચા અને શ્રી બીજલબેન રાઠોડ દ્વારા સુક્ષ્મ પિયત પધ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી. ખેતીવાડી ખાતાના ગ્રામસેવકશ્રી વિમલભાઈ ડોબરિયાએ ખેતીવાડી ખાતાની વિવિધ કામગીરીની માહિતી આપી હતી તેમજ કૃષિ સખી તરીકે ફરજ બજાવતા શ્રી છાભૈયા જાગૃતિબેને પ્રાકૃતિક ખેતીની સમજ આપી હતી. WALMI રાજકોટના મદદનીશ ઈજનેર શ્રી કેવલભાઈ સાવાણી દ્વારા પાણી બચાવવા માટે અપીલ કરવામાં આવી હતી. તાલુકા પંચાયત માંડવીના પૂર્વ પ્રમુખ શ્રી ચંદુભાઈ હીરજી વાડિયા અને શ્રી રતનશી રાજા દ્વારા ભૂગર્ભ જળ બચાવવા તેમજ અનેક ગામમાં પાણીનો સંગ્રહ વધે તે અંગે સમજ અપાઈ હતી.

આ કાર્યક્રમમાં અટલ ભૂજલ સમિતિના પ્રમુખશ્રી સુભાષભાઈ સેંઘાણી અને સમિતિના મંત્રી શ્રી નીલેશભાઈએ જહેમત ઉઠાવી હતી. જેમાં ગામના સરપંચ શ્રી છગનભાઈ પરમારે આભાર વિધિ કરી ખેડૂતોને પાણી બચાવવા માટે આહવાન કર્યુ હતું.

Back to top button
error: Content is protected !!