GUJARATNANDODNARMADA

રાજપીપળા ખાતે ટી.આર.બી. મહિલા નીતાબેન પટેલની માનવતા, અસ્થિર મગજની સગર્ભા મહિલાની મદદ કરી

રાજપીપળા ખાતે ટી.આર.બી. મહિલા નીતાબેન પટેલની માનવતા, અસ્થિર મગજની સગર્ભા મહિલાની મદદ કરી

 

રાજપીપલા : જુનેદ ખત્રી

રાજપીપલા માછીવાડ ગેટ પાસે રસ્તા ઉપર એકલી અટુલી અસ્થિર મગજની સગર્ભા મહિલા ફાટેલા કપડામાં ફરતી એક મહિલા લોકોની નજરે પડતા ટી.આર.બી. મહિલા નીતાબેન પટેલને આ મહિલાની હાલત વિશે ફોનથી જાણ કરતા મહિલાની સંવેદના જાગતા તેમણે એકાએક વાસંતીબેન તડવી અને ગીતાબેન રાણાને આ ઘટના વિશે જાણ કરી હતી અને મહિલાની સંવેદના અને માનવતા ઝંકૃત થતા વાસંતીબેન અને મીનાબેન તેઓ આ મહિલા માટે સાડીનું વસ્ત્ર તરત જ લઈ આવ્યા અને ચારેય મહિલાઓએ ભેગા થઈ આ અસ્થિર મગજની મહિલાને સાડી પહેરાવી પૂછપરછ કરી કાઉન્સીંલીંગ કર્યું અને ત્યારબાદ ગીતાબેન રાણાએ ૧૮૧ અભયમ ટીમને કોલ કર્યો ત્યારબાદ ૧૮૧ અભયમ ટીમની ગાડી સ્થળ પર આવી ગઇ હતી અને ૧૮૧ ટીમને આ મહીલાને સોંપવામાં આવી હતી તેમની સારવાર કરાવી કાઉન્સીંલીંગ કરીને તેમને રાજપીપલા નારી કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવેલ છે. આ મહિલાને ૫-૬ મહિનાનો ગર્ભ છે તેઓ સગર્ભા મહિલા છે. આમ ટી.આર.બી. મહિલા અને અન્ય મહિલાઓ દ્વાર તેમને માનવતાની રીતે મદદ કરીને સહાયરૂપ બની માનવતાની મ્હેક પ્રસરાવી છે લોકોએ પણ આ કાર્યની સરાહના કરી હતી.

Back to top button
error: Content is protected !!