GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની સી બી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયુ.

તારીખ ૧૦/૦૮/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલીત શ્રીમતી ચંદાબેન ભાઈદાસ ગર્લ્સ હાઈસ્કુલ ખાતે એનએસએસ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો જેમા વૃક્ષો નુ મહત્વ સમજાવવામાં આવ્યુ અને વૃક્ષો આપણા જીવનમા ખુબ જ અગત્યનું અને જરૂરી સ્થાન ધરાવે છે તે અંગેની સમજૂતી આપવામા આવી હતી વૃક્ષો પર્યાવરણનું જતન કરે છે અને ગ્લોબલ વોર્મિંગ જેવી વિકટ પરિસ્થિતિમાંથી આપણને બચાવે છે.







