GUJARATRAJKOT CITY / TALUKOVINCHCHHIYA

Rajkot: વિંછીયા તાલુકા સેવા સદનના કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું

તા.૧૯/૯/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

સમગ્ર સ્ટાફ “એક પેડ મા કે નામ” અભિયાનમાં સહભાગી થયા

Rajkot: રાજયસરકારના ‘‘એક પેડ, માં કે નામ’’ અભીયાન અન્વયે વિંછીયા તાલુકા સેવા સદનના કર્મચારીઓ દ્વારા તાલુકા સેવા સદન ખાતે વૃક્ષારોપણ કરાયું હતું. વૃક્ષો વધારવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ફોરેસ્ટ વિભાગ સહિત સરકારી વિભાગો, ખાનગી સંસ્થાઓ, પર્યાવરણ પ્રેમીઓ વૃક્ષ રોપવાના અભિયાનમાં સહભાગી થઈ રહ્યા છે.

ત્યારે તાલુકા સેવા સદન વિછીયા ખાતે “એક પેડ મા કે નામ” કાર્યક્રમ અંતર્ગત તાલુકા સેવાસદનના કમ્પાઉન્ડમાં વિંછીયા તાલુકા સંકલનના તમામ અધિકારીશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું. એક વૃક્ષ ઉનાળાની ગરમીમાં છાયડો આપવાની સાથે પૂરતું ઓક્સિજન પણ પૂરું પાડતું હોઇ, વૃક્ષનું મહત્વ અનેરૂ છે, ત્યારે કર્મચારીઓ સાથે નાગરિકો પણ આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!