
ખેરગામ તાલુકાના પાટી ગામે બાવીસા ફળિયામાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર ના જીર્ણોધ્ધાર અર્થે તા-8/2/2025 થી 10/2/2025 સુધી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.અત્રે ઉલ્લેખનીય છે કે લગભગ 110 વર્ષ જૂનું આ મહાદેવ નું મંદિર જેનો જીર્ણોધ્ધાર મુખ્ય યજમાન પરિવાર અને સમસ્ત ગામ દ્વારા કરવામાં આવ્યો.પ્રતિષ્ઠા આચાર્ય તરીકે ખેરગામ ના પ્રસિદ્ધ કર્મકાંડ આચાર્ય શૈલેષભાઇ એલ રાજ્યગુર ઉપાચાર્ય તરીકે જ્યોતિષાચાર્ય માક્ષિતભાઈ રાજ્યગુરુ અને કર્માચાર્ય તરીકે હિતેષભાઈ પુરોહિત દ્વારા સેવા અપાઈ હતી.પૂજન-અર્ચન કરાવતા માક્ષિતભાઈ રાજ્યગુરુ એ કહ્યું હતું કે આ ભારત દેશ જ એક એવો દેશ છે જ્યાં યંત્ર-મંત્ર અને તંત્ર આ ત્રણેય વિદ્યા નું મહત્વ છે.આપણા દેશમાં યંત્ર ની પણ પૂજા થાય છે , બ્રાહ્મણો દ્વારા મંત્ર થી ભગવાન નું આવાહન કરી મૂર્તિ માં પ્રાણ પુરવામાં આવે છે અને તંત્ર સાધના નું પણ ખુબ જ મહત્વ છે. ભગુભાઈ બાબરભાઈ પટેલ પરિવાર તથા પરભુભાઈ બાબરભાઈ પટેલ , સનમુખભાઈ ધીરુભાઈ પટેલ પરિવાર દ્વારા આ ત્રિ-દિવસીય મહોત્સવ ના મુખ્ય યજમાન પદે રહી યજ્ઞ કાર્ય સંપન્ન થયું હતું.સાથે અન્ય ભક્તો એ પણ યજ્ઞ માં લાભ લીધો હતો.આ કાર્યક્રમ ને સફળ બનાવવા ગામના યુવાન ભાઈ બહેનોએ ખુબ જ સેવા કરી હતી.મુખ્ય યજમાન પરિવાર દ્વારા સૌનો આભર વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંતે ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો.



