DAHODGUJARAT

દાહોદના મુવાલીયા હાજરીયા ફળીયા નજીક નાની કેનાલ માંથી યુવાનની લાશ મળી આવી

તા.૦૫.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના મુવાલીયા હાજરીયા ફળીયા નજીક નાની કેનાલ માંથી યુવાનની લાશ મળી આવી

અમદાવાદના જનતા નગર શ્રેષ્ઠ બંગલા ખાતે રહેતા વિશાલભાઈ જે દાહોદના મુવાલિયા ગામ નજીક હજારીયા ફળીયામાં રહેતી એમની માસીના ઘરે થોડા દિવસે પહેલા આવ્યા હતા.ત્યાર બાદ બે દિવસ સુઘી વિશાલભાઈ ઘરે ન આવતા પરિવાર જનો ચિંતામાં મુકાયા હતા.અને પરિવાર જનોએ વિશાલભાઈ ની આસપાસના વિસ્તારોમાં તેમજ પરિવાર જનોએ શોધ ખોળ હાથ ધરી પણ વિશાલભાઈ ન મળી આવ્યા હતા.ત્યારે આજરોજ હજારીયા ફળીયામાં સ્થિત કેનાલ માંથી લાશ તરતી જોવાની ચર્ચા હાજરીયા ફળીયામાં થતા વિસ્તારમાં લોક તોળા ઉમટી પડ્યા હતા.અને વિશાલભાઈ ના પરિવાર જનો પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા.અને તે લાશ અમદાવાદથી આવેલ મહેમાનની હોય તેવુ જાણવા મળતા પરિવાર જનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.દાહોદ એ ડિવિઝન પોલીસને દાહોદના મુવાલીયા નજીક હજારીયા ફળીયાની કેનાલમાં એક ૩૫ વર્ષીય યુવકની લાશ મળી હોવાની જાણ તથા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી લાશને કેનાળ માંથી બહાર નિકાળી પંચનામો કરી લાશને પોસ્ટ મોર્ટમ અર્થ ખસેડી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે

Check Also
Close
Back to top button
error: Content is protected !!