
ડો.સુભાષ મહિલા કોલેજ, જૂનાગઢ ખાતે એન્ટરપ્રિન્યોરશીપ ડેવલોપમેન્ટ ટ્રેનિંગ બેચ નં. 33નું તા.૨૩-૧૨-૨૦૨૪ થી તા.૨૮-૧૨-૨૦૨૪ સુધી આયોજન કમિશનર ઓફ હાયર એજ્યુકેશન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં દરરોજ વિવિધ વિષયો પર જુદા જુદા વિદ્વાન વક્તાઓ દ્વારા અધ્યતન તાલીમ આપવામાં આવશે. આ તાલીમમાં જૂનાગઢ, ભેસાણ, માળીયા હાટીના અને કેશોદના વિદ્યાર્થીઓ જોડાયા છે.આજના વિદ્યાર્થીઓમાં નોકરી સિવાયના સ્વતંત્ર રોજગાર વ્યવસાયના વિચારો પ્રગટે અને તેમાં કઈ રીતે આગળ વધી શકાય.આજના સમયમાં કયા વ્યવસાયની વધુ માંગ છે, તે વિકસાવવા માટે કેવા કૌશલ્ય જોઈએ, કઈ જગ્યાએ થી ફંડિંગ પ્રાપ્ત થાય તથા નવા આયોજનની રૂપરેખા કઈ રીતે બનાવી શકાય. આવા બધા વિષયો પર જુદા જુદા વક્તાઓ પાંચ દિવસ તાલીમાર્થીને તાલીમ આપશે.આ તાલીમ શિબિરનું ઉદઘાટન આચાર્યશ્રી ડો.બલરામ ચાવડાના હસ્તે કરવામાં આવ્યું હતું. તેમને પોતાના વક્તવ્યમાં ડૉ.સુભાષ એકેડેમીની આગવી શિક્ષણ પરંપરા વિષે જણાવી ઉદ્યોગ સાહસિકતાના મહત્વને સમજાવ્યું હતું. સોરઠ વિસ્તારની આ કોલેજોના ૬૦ થી વધુ વિદ્યાર્થીઓ આ તાલીમ લઈ પોતાને રસના વિષયમાં આગળ વધુ વિચારતા થાય અને આગળ વધે એવી આશા સાથે તાલીમ યોજવામાં આવી છે. તાલીમના પ્રથમ દિવસે શ્રી હેતલ પાઠકએ આ તાલીમ વિશેની સમજ સાથે તેની ઝીણવટભરી માહિતી પૂરી પાડી કહ્યું હતું કે આપ સહુ તાલીમાર્થી પાંચ દિવસના અંતે ઘણું પ્રાપ્ત કરી નવા વિચારો કરતા થઇ જશો અને તમારા મિત્રમંડળને પણ કહેતા આનંદ અનુભવશો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





