સંતરામપુર તાલુકાની આદિવાસી ઉત્તર બુનિયાદી શાળા, વાંકડી પ્રા. શાળા અને શ્રી સરસ્વતી વિધ્યાલય વાંકડી ખાતેથી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવતા શ્રી આશિષ આર મિત્ર

સંતરામપુર તાલુકાની આદિવાસી ઉત્તર બુનિયાદી શાળા, વાંકડી પ્રા. શાળા અને શ્રી સરસ્વતી વિધ્યાલય વાંકડી ખાતેથી વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવતા શ્રી આશિષ આર મિત્ર
****
મહાનુભાવોના હસ્તે શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કરાયા
****
તા.29/06/25
અમીન કોઠારી મહીસાગર
કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવ ૨૦૨૫ અંતર્ગત “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથેના બીજા દિવસે મિનિસ્ટ્રી ઓફ વોટર, રિસોર્સ અન્ડર સેક્રેટરીશ્રી આશિષ આર મિત્ર એ સંતરામપુર તાલુકાની આદિવાસી ઉત્તર બુનિયાદી શાળા, વાંકડી પ્રા. શાળા અને શ્રી સરસ્વતી વિધ્યાલય વાંકડી ખાતેથી સહભાગી થયા હતાં.
શ્રી આશિષ આર મિત્રએ શિક્ષણનું મહત્વ
આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવીને શૈક્ષણિક કીટ આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમ દરમિયાન શાળામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સિદ્ધિ પરીક્ષા પાસ થયેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરી પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર અમૃત વચન અંગે વ્યકત્વ રજૂ કર્યા હતાં. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહેમાનો દ્વારા શાળાના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અને શાળાના એસ.એમ.સી. અધ્યક્ષ સાથે બેઠક યોજી મહત્વના સૂચનો કર્યા હતાં.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી-શિક્ષકગણ, ગ્રામજનો, ભુલકાઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.




