
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
13 સપ્ટેમ્બર એ આદિવાસી અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.ત્યારે મજૂર અધિકાર મંચ દ્વારા સુબીર ખાતે આદિવાસી અધિકાર સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.જેમાં આદિવાસી સમાજના કેટલાક પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવેલ છે.જે માટે આદિવાસી સમાજના મજૂરો ,મુકાદમો તથા સામાજિક -રાજનેતિક આગેવાનોને હાજર રહેવા જાહેર અપીલ કરવામાં આવેલ છે.ડાંગ જિલ્લામાં મોટાભાગે આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આ વિસ્તાર અનુસૂચિ પાંચ હેઠળનો વિસ્તાર છે. ત્યારે 13 મી સપ્ટેમ્બર ના રોજ આદિવાસી અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે સુબીર ખાતે એક સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે.કેટલાક આદિવાસી સમાજના પ્રશ્નોને લઈને મજૂર અધિકાર મંચ દ્વારા સુબીર ચાર રસ્તા શબરીધામ રોડ જયેશભાઈ ગામીતના મકાનમાં આદિવાસી અધિકાર સંમેલનનું આયોજન કરેલ છે.આ સંમેલનમાં શેરડી કાપણીના મુકાદમો કોયતા કામદારોને ૪૦૦૦૦/- થી વધુ એડવાન્સ આપશે નહી અને કામદારો પણ ૪૦૦૦૦/- રૂા થી વધુની એડવાન્સ ની માંગણી કરશે નહી,તમામ મુકાદમો એડવાન્સ પર ૩૦% વ્યાજ વધુ વ્યાજની વસુલાત કરશે નહી અને મજૂરો પણ ૩૦% થી વ્યાજ ચુકવશે નહી,તમામ મુકદમ એડવાન્સ અને કામનો હિસાબ ડાયરી માં રાખશે અને એક હિસાબ ડાયરી મજુરોને આપવાની રહેશે હિસાબની ગણતરી ડાયરી ના પ્રમાણે માન્ય રહેશે, સુગર ફેક્ટરીઓ દ્વારા શેરડી કાપણીના લઘુત્તમ વેતનમાંથી ર૧/-રૂા પ્રતિટન જે આવવા જવાના ભાડા, મેડિકલના ખર્ચ પેટે કપાતી ગેરકાયદેસર કપાત બંધ કરવામાં આવે તેમજ મુકાદમોનુ કમિશન લઘુત્તમ વેતનથી અલગ ચુકવવામાં આવે એમ મળી આકોલ ચાર મુદ્દાઓને અમલવારી કરાવવાના હેતુથી આદિવાસી સમાજના મજૂરો, મુકદમો, સામાજિક રાજનીતિક આગેવાનો, કર્મ શીલોને આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલ છે..



