AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાની આદિવાસી મહિલાઓ અતિ ઊંચા ઝાડ ઉપર ચડી “ખાંડણી” એટલે છીદંણી કરતા દ્રશ્યો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં હાલમાં ઉનાળાની શરૂઆતમાં આદિવાસી મહિલાઓ પોતાના ખેતરમાં આવેલ 80 થી 100 ફૂટ ઊંચા સાગ સહિત ઈતર ઝાડ ઉપર ચડી આદર તૈયાર કરવા માટે જોઈતી  સુકી ડાળીઓની ખાંડણી કરવા નીકળી જાય છે. ડાંગ માટેનું ” આપણું દક્ષિણ ગુજરાત” સોશીયલ મિડિયા ગ્રુપમાં ખાંડણી એટલે છીદંણી કરતો વિડિયો વિશે ચર્ચા થઈ હતી.ઊંચા ઝાડ ઉપર ચડવાનું આ પ્રકારનું સાહસ ભાગ્યે જ જોવા મળે છે. ત્યારે ડાંગ જિલ્લામાં પ્રકૃતિ અને આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ કરતા અમિતભાઈ રાણા દ્વારા આ વિડીયો જોતા તેઓ પણ અચરજ પામ્યા હતા.અને જીવને જોખમમાં મૂકી ઉંચા ઝાડ પર ચડવાનું કરતબ નવાઈ પમાડે તેવુ જોવા મળ્યુ હતુ.ડાંગમાં આ પ્રકારની આદિવાસી મહિલાઓની હિંમત જોઈ ખરેખર તેમને શાબાસી આપવાનું મન થઈ જાય છે. ડાંગમાં આદિવાસીઓ પોતાના પરિવારને ગુજરાન ચલાવવા ખેતી એ મુખ્ય આવકનું સાધન બની રહે છે ત્યારે   ચોમાસાની પૂર્વે આદિવાસીઓ ખેતરમાં આદર કરે છે.આદર દ્વારા જમીનને ફળદ્રુપ બનાવવામાં આવે છે.આ આદરમાં અનેક વનસ્પતિજન્ય કચરો, વૃક્ષોની ડાળી ,છાણાં વગેરેનાં ઢગલાં કરવામાં આવે છે.આ ઢગલાં વ્યવસ્થિત લાઈનબંધ હોય છે.ત્યારબાદ ચોમાસું શરૂ થવાને આરે હોય છે. ત્યારે આ આદરને સળગાવવામાં આવે છે.આદર સળગી ગયાં બાદ જે તેની નીપજ રાખ તરીકે બચે છે. તેનાંથી જમીન ફળદ્રુપ બને છે. અને પાક સારો થાય છે.અમિતભાઈ રાણા જે હંમેશા આદિવાસી લોકો સાથે સતત સંવાદ કરતા આવ્યા છે ત્યારે તેમની સાથે આ બાબત વિશે પણ ચર્ચા થઈ હતી તો એમને જણાવ્યું હતુ કે આદર તૈયાર કરવા માટે ડાંગની મહિલાઓ આ પ્રકારના ઊંચા વૃક્ષો પર ચડી સાહસના કાર્ય કરે છે. આ પારંપરિક પ્રથા ફક્ત ડાંગ જિલ્લામાં જોવા મળે છે. ડાંગર કે નાગલીના પાક તૈયાર કરતી વખતે નિંદામણ ઓછું રહે છે અને રોપણીના સમયે ધરુને ઉખાડવામાં સરળતા રહે છે.આ આદર ઝૂમ ખેતીથી તદ્દન અલગ પ્રકારનું છે.ઝૂમ ખેતીમાં એકવાર જમીનમાં ખેડૂતો ખેતી કરે છે પછી ખેડૂતો બીજી જગ્યાએ ખેતી કરવા માટે ચાલ્યા જાય છે.જેથી તે સ્થળાંતરિત ખેતી તરીકે ખોળખાય છે.જયારે આદર વર્ષો સુધી એક જ જગ્યાએ  કરવામાં આવે છે.અને આદરનાં કારણે પાકની ઉપજ પણ સારી આવે છે.ત્યારે ડાંગ જિલ્લાનાં પુર્વપટ્ટી વિસ્તારનાં ચિંચલી અને કડમાળ વિસ્તારમાં ખાંડણી એટલે છીદંણી કરવા માટે મહિલાઓનું આ સાહસ જોઈને કોઈ પણ અચરજ પામે છે..

Back to top button
error: Content is protected !!