ફૈઝ ખત્રી..શિનોર
અમદાવાદ થી લંડન જઈ રહેલ એર ઇન્ડિયા ની 242 મુસાફરો સાથે ઉડાન ભરી રહેલ વિમાનને એકાએક ગોજારો અકસ્માત થતા તેમાં સવાર તમામ મુસાફરો સાથે મેડિકલ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તેમજ ત્યાં હાજર લોકોનું દુઃખદ મૃત્યુ થયેલ જેના કારણે સમગ્ર દેશ ની જનતા શોક્ની લાગણી સાથે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.
ત્યારે આજરોજ વડોદરા જિલ્લાના સિનોર ખાતે અમદાવાદમાં સર્જાયેલ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ ના આત્માને શાંતિ મળે તેવા હેતુથી સિનોર બસ સ્ટેન્ડ ખાતે શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં મોટી સંખ્યામાં શિનોર ગામના આગેવાનો વડીલો યુવાનો દ્વારા મીણબત્તી પ્રગટાવી બે મીનીટ નું મૌન રાખી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.