
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
માલપુર થી દિલ્હી દંડવત યાત્રા ના અનુસંધાનમાં લાલજી ભગતના ધર્મપત્ની એ માલપુર ચોકડી પર એક દિવસ માટે અન્નપાણીને ત્યાગ માટે મંજૂરી માંગી
ગુજરાતના કામદારોના હક અધિકાર માટે લક્ષ્મીતાબેનના પતિ લાલજી ભગત તા 1/1/2025 ના રોજ માલપુર થી દિલ્હી દંડવત પ્રણામ યાત્રા શરૂ થયેલ છે 40 દિવસ યાત્રાના થયા છે તેમ છતાંય તંત્ર એ કોઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી
એક બાજુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને સંવેદનશીલ સરકાર કહેવામાં આવે છે એક બાજુ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ દાદા કહેવામાં આવે છે દયાળુ સ્વભાવ સંત જેવા કહેવામાં આવે છે તેમ છતાંય વાલ્મિકી સમાજના અને સફાઈ કામદારોના પ્રશ્નો હલ કરવા માગતા નથી અને આજે 40 દિવસ થયા છે દંડવત યાત્રા કરી રહેલા લાલજીભગત ની મુખ્યમંત્રીએ કોઈ નોંધ પણ લેવામાં આવી નથી તે દુઃખ ભરી બાબત છે લક્ષ્મીતાબેન લાલજી ભગતના ઘરે સરકારી નોકરી નથી નાનકડું ધંધો કરી પરિવારનો ગુજરાન ચલાવે છે લાલજી ભગતે દંડવત યાત્રા ચાલુ કરી છે ત્યારથી ઘરે આર્થિક તકલીફ અને સામાજિક તકલીફો ખૂબ જ પડી રહી છે તેના કારણે ખૂબ જ દુઃખદ વાત છે જેને લઇ ન્યાય હેતુ તા 10/2/2025 ના રોજ માલપુર ચોકડી ઉપર એક દિવસ માટે અન્નપાણીનો ત્યાગ માટે તેની મંજૂરી આપવા આપ રજુઆત કરવામાં આવી છે




