ARAVALLIGUJARATMODASA

અરવલ્લી વિસ્તારમાં સેવાનો ત્રિવેણી સંગમ સેવા એ જ સાચો ધર્મ છે આ ઉક્તિને સાર્થક કરતા અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી વિસ્તારમાં સેવાનો ત્રિવેણી સંગમ સેવા એ જ સાચો ધર્મ છે આ ઉક્તિને સાર્થક કરતા અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા

તાજેતરમાં શ્રી એમ.એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી જિલ્લાના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના ગતિવિધિ કાર્યકર્તા પ્રાથમિક વર્ગ શિક્ષિત નામી એવોર્ડી અધ્યાપક ડૉ. મનોજ ગોંગીવાલા દ્વારા અરાવલી વિસ્તાર ની ચૂમ્માલીશ શાળાઓ મા જરૂરિયાત વાળા તેમજ મોડાસાની સ્થાનિક ઝૂંપડપટ્ટીઓ ના બાળકો માટે એક વિશેષ ત્રિવેણી સેવા કરવામાં આવી. ઠંડીના રક્ષણ માટે અને બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને બાળકોને રક્ષણ મળી રહે તે હેતુથી બાળકો ને સ્વેટર, શક્તિ માટે ગ્લુકોઝ બિસ્કિટના પેકેટ્સ તેમજ

સુરક્ષા આધ્યાત્મિકતા અને સ્વાસ્થ્ય માટે શ્રદ્ધાના પ્રતીક રૂપે માઁ અંબેની રક્ષા પોટલી અર્પણ કરવામાં આવી હતી. અધ્યાપકે પ્રવચનમાં બાળકના સ્વાસ્થ્ય અને શિક્ષણ પ્રત્યે આગ્રહ રાખવો જોઈએ વધુમાં રાજ્ય મા વધતું જતું કુપોષણ ચિંતાજનક છે. ઉદ્દેશ્ય માત્ર વસ્તુઓનું દાન કરવાનો નથી, પરંતુ જરૂરિયાત વાળા માનવી સુધી પહોંચી તેમને એ અહેસાસ કરાવવાનો છે કે સમાજ તેમની સાથે છે.શાળાના શિક્ષકો અને વાલીઓએ આ પ્રવૃત્તિને બિરદાવી હતી. ચૈત્રી નવરાત્રી 2023થી અત્યાર સુધીમાં અધ્યાપકે અડધો કરોડ થી વધુ સ્વદેશી ગ્લુકોઝ બિસ્કિટસ જરૂરિયાત વાળા બાળકો માટે ગણવેશ જેકેટ્સ વસ્ત્ર સ્વેટર રાજ્ય અને રાજ્ય બહાર ત્રણ હજાર જેટલા કાર્યક્રમો પોતાના સમયે સ્વખર્ચે યોજી અવિરત સેવારત છે.

Back to top button
error: Content is protected !!