BANASKANTHAGUJARATKANKREJ

થરામાં હાઈવે સ્થિત શ્રી બહુચર માતાજી ના મંદિરે ત્રિવેણી સંગમ યોજાયો..

 શ્રી નિલકંઠ મહાદેવ મંદીરનો નવમો વાર્ષિક પાટોત્સવ-ચલિત શિવલિંગનો જીર્ણોદ્વાર તથા પાર્વતી માતાજીની મૂર્તિની સ્થાપના એમ ત્રિવેણી સંગમ યોજાયો...ટ્રસ્ટી કિશોરભાઈ ઠક્કર.

થરામાં હાઈવે સ્થિત શ્રી બહુચર માતાજી ના મંદિરે ત્રિવેણી સંગમ યોજાયો..
————————————–
શ્રી નિલકંઠ મહાદેવ મંદીરનો નવમો વાર્ષિક પાટોત્સવ-ચલિત શિવલિંગનો જીર્ણોદ્વાર તથા પાર્વતી માતાજીની મૂર્તિની સ્થાપના એમ ત્રિવેણી સંગમ યોજાયો…ટ્રસ્ટી કિશોરભાઈ ઠક્કર.
————————————–
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરામાં હાઈવે સ્થિત આવેલ શ્રી બહુચર માતાજી મા મંદિરની બાજુમાં બિરાજમાન શ્રી નિલકંઠ મહાદેવ મંદીર નું નવ વર્ષ અગાઉ નિર્માણ પામેલ. જેની ધામધૂમ પૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવેલ.જેને આજે નવ વર્ષ પૂર્ણ થતાં સંવત ૨૦૮૨ના દ્વિતીય જેઠસુદ-૮ ને સોમવાર તા.૨૨/૦૬/૨૦૨૬ ના રોજ ૯ મો વાર્ષિક પાટોત્સવ, ચલિત શિવલિંગનો જીર્ણોદ્વાર તથા પાર્વતી માતાજીની મૂર્તિની સ્થાપના એમ ત્રિવેણી સંગમ યોજાયો હતો.યજ્ઞના આચાર્ય પ્રહલાદભાઈ જોષી (મોટાજામપુર) સહીત ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોકત વિધી વિધાનથી મંત્રોચ્ચાર સાથે શરણાઈના સૂરોવચ્ચે સ્વ. લીલાબેન ભાઈલાલભાઈ સોની પરિવારના રાજુભાઈ/ સંજયભાઈ ના મુખ્ય યજમાન પદે કમળાબેન સોની,ચંદુલાલ સોની,ભરતકુમાર સોની,સ્વ. જીવરામભાઈ સાંમતભાઈ ચૌધરી (રવિયાણા) પરિવાર ના સહાયક યજમાન પદે યજ્ઞ યોજાયો હતો.બપોરે ૧૨.૩૯ ચલિત શિવલિંગનો જીર્ણોદ્વાર તથા પાર્વતી માતાજીની મૂર્તિની સ્થાપના સોની રાજુભાઈ ભાઈલાલભાઈ ના વરદ હસ્તે કરવામાં આવેલ.સાજે ૫ કલાકે નાળિયેર હોમી પૂર્ણાહુતી કરવામાં આવેલ.ભગવાન ભોળનાથ ની આરતી ઊતારી મંદિરના પૂજારી મુકેશભારથી સોમભારથી ગૌસ્વામીએ પ્રસાદ પીરસેલ ભોમાજી તેરવાડીયા, રામ-લક્ષ્મણ જોડી સમાન હર્ષદભાઈ-નિરંજનભાઈ ઠક્કર, હેતલબેન પંચાલ, મનોજકુમાર નટવરલાલ ઠક્કર,શિક્ષક રમેશભાઈ વિસાભાઈ જોષી (નાણાં),અશોકભાઈ ઠક્કર, જગદીશકુમાર ઠક્કર દ્વારા સાંજે ભોજન પ્રસાદ આપવામાં આવેલ.ભોજન પ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવેલ. કિશોરભાઈ ઠક્કર, જસવંતલાલ રોકડીયા, દશરથભાઈ સોની,રમેશભાઈ પટેલ,પ્રભુભાઈ જોષી સહીત ટ્રસ્ટીઓ દ્વારા બ.કાં.જિલ્લા ભાજપ કિસાન મોરચાના કોષાધ્યક્ષ ઉમેશ પ્રજાપતિ, ઓગડ તાલુકા ભાજપના નવ નિયુક્ત ઉપપ્રમુખ દશરથભાઈ ઠક્કર,ગણપતભાઈ ગૌસ્વામી, સતિષભાઈ પટેલ,જસુભાઈ પ્રજાપતિ (પટણી), મેહુલભાઈ ઠક્કર સહીત પધારનાર દરેક આગેવાનોનું માતાજીના ખેસ દ્વારા સ્વાગત સન્માન કર્યું હતું. આ પ્રસંગે ઓગડ તાલુકાના તથા થરા-તાણા ની ધર્મપ્રેમી જનતા વિશાળ સંખ્યામાં યજ્ઞના દર્શને પધારેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!