GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની નવરચના ગુરુકુલ અંગ્રેજી માધ્યમમાં શાળા ખાતે પંચાયત-બાળ સંસદની ચૂંટણી સફળતાપૂર્વક સંપન્ન.

 

તારીખ ૧૨/૦૮/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. લોકશાહીના મૂલ્યોનું સતત સિંચન થાય તે અનિવાર્ય છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને દ્વિતીય રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીએ કહ્યું હતું કે “ભારતનું ભવિષ્ય તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે.”ત્યારે તેમની ઉક્તિને સાર્થક કરવાના સતત પ્રયત્નો કાલોલની શાળા નવરચના ગુરુકુલ કરી રહી છે. તે જ ઉપલક્ષ્યમાં નવા શૈક્ષણિક સત્ર-2025-26 માટે શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થી પ્રતિનિધિત્વ માટે લોકશાહી ઢબે ચૂંટણી કરવાનું સુંદર આયોજન થયું. અને શાળા દ્વારા ચૂંટણી પંચની રચના કરવામાં આવી, ચૂંટણી જાહેરનામું બહાર પાડ્યા બાદ વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારી પત્રો ભર્યા, પ્રચાર કર્યો, આદર્શ આચાર સંહિતાનું પાલન કરવામાં આવ્યું અને મતદાનના દિવસે મતદાતા વિદ્યાર્થીઓએ તેમજ શાળાના શિક્ષકો તથા સંચાલકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને યોગ્ય ઉમેદવારને પ્રતિનિધિ તરીકે ચૂંટયા. આ આખી પ્રક્રિયા ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર કરવામાં આવી.ચૂંટણી બાદ મત ગણતરી થકી વિદ્યાર્થી અને વિદ્યાર્થિની પ્રતિનિધિઓને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક, રમત-ગમત, સ્વચ્છતા, શિસ્ત જેવા અલગ અલગ કાર્યો માટે શપથગ્રહણ કરાવવામાં આવશે.આમ, નવરચના ગુરુકુલ કાલોલમાં લોકશાહી પર્વની ખૂબ જ સુંદર રીતે ઉજવણી થઈ. વિદ્યાર્થીઓ લોકશાહીના મૂલ્યોને પ્રત્યક્ષ રીતે સમજે અને આગામી ભવિષ્યમાં આદર્શ નાગરિક, જાગૃત મતદાતા બને અને રાષ્ટ્ર વિકાસ અને નિર્માણમાં અગ્રેસર રહે તેવા આશયથી આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું. શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા આચાર્યા, શિક્ષકો, વિદ્યાર્થીઓને આ ઉમદા વિચાર અને આયોજન માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!