કાલોલ નગર ના યુવક મંડળ દ્વારા આયોજીત કુંભારવાડા ખાતે તુલસી વિવાહ કાર્યક્ર્મ યોજાયો.
તારીખ ૧૪/૧૧/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
યુવક મંડળ આયોજીત કાલોલ કુંભારવાડા ખાતે તુલસી વિવાહ કાર્યક્ર્મ યોજાયો.વિવિધ મંદિરોમાં તુલસી વિવાહ સંપન્ન કાલોલ નગરમાં આવેલ કુંભારવાડા યુવક મંડળ દ્વારા તુલસી વિવાહ નો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં કાલોલ નગરના ભક્ત એ ભાગ લીધો તુલસી વિવાહ ની શોભા યાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી કન્યા પક્ષે દિલીપભાઈ સોની અને વર પક્ષ ગૌરાંગભાઈ દરજી દ્વારા આ તુલસી વિવાહ નો કાર્યક્રમ યોજાયો હતો નગરના વિવિધ મંડળો નો સહયોગ પણ આ તુલસી વિવાહમાં જોવા મળ્યો હતો ડીજેના તાલ નાચ સાથે ગરબા ની રમઝટ જોવા મળી હતી.તુલસી વિવાહમાં લગ્નની વિધિમાં મહર્ષિભાઈ તથા ડોલી એ મા તુલસી ના લગ્ન કરાવ્યા હતા અને લગ્નની રસમ પૂરી કરી હતી તુલસી વિવાહનું પ્રસંગ કુંભારવાડા ના યુવક મંડળ શ્રી રોકડનાથ હનુમાનજી મંદિર અને સમગ્ર યુવક મંડળના સહયોગોથી આ તુલસી વિવાહ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહભેર ઉજવાયો હતો.પાછલા એક દાયકા જેટલા સમયથી કાલોલ કુંભારવાડા યુવક મંડળ દ્વારા આસ્થા સભર રીતે ઉજવાતો તુલસી લગ્ન માંગલ્યનો ઉત્સવ ચાલુ વર્ષે પણ ભક્તજનો માટે આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતો. યુવક મંડળ દ્વારા આયોજિત લગ્ન માંગલ્ય પ્રસંગે મોસાળું અને શોભાયાત્રા જેવી લૌકિક ઉજવણીઓમાં ભકતજનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.