કાલોલ નગરપાલિકા મા અસંતોષ નો ભારેલો અગ્નિ. પાલિકાની મિટિંગમાં બહુમતી સભ્યો ગેરહાજર રહેતા પાલીકાની બેઠક નો ફિયાસ્કો.!

તારીખ ૩૧/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા મા આજ રોજ બપોરના ૧૨:૧૫ કલાકે રાખેલ. પાલિકાની મિટિંગમાં બહુમતી સભ્યો ગેરહાજર રહેતા કોરમ ના અભાવે સભા મુલત્વી રાખવાની ફરજ પડી હોવાની માહિતી મળી છે . પાલિકા દ્વારા મિટિંગ નો એજન્ડા ની તમામ કાઉન્સિલરો ને જાણ કરવા છતાં પણ ૨૧ જેટલા કાઉન્સિલરો આ બેઠકમાં ગેરહાજર રહ્યાં હતાં જેમાં ભાજપના ચૂંટાયેલા સભ્યો અને અપક્ષ કાઉન્સિલરો સામેલ હતા. ત્યારે પાલિકાની હાલની બોડી દ્વારા પ્રજાના કામ રજુઆત કરવા છતાં કરવામાં આવતા નથી તેમજ વિકાસ ના કામો માં વહાલા દવલા નિતિ રાખવામાં આવે છે તથા રોડ ઉપર ક્વોરી ડસ્ટ નાખવામાં ગુણવતા જળવાતી નથી તેવા આક્ષેપ થયા છે. આજની બેઠકમાં પ્રમુખ,ઉપપ્રમુખ, પક્ષના નેતા, પક્ષના દંડક અને કારોબારી અધ્યક્ષ ઉપરાંત વોર્ડ નંબર એક ના બે મહિલા સભ્યો એમ કુલ મળીને સાત જ સભ્યો હાજર રહ્યા હતા આમ આમ પાલિકાની બેઠક નો ફિયાસ્કો થવા પામ્યો હતો જેના કારણે નગરમાં ભારે ચર્ચાઓ જામી રહી છે.





