AHAVAGUJARATNAVSARI

ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં જુદા જુદા સ્થળોએ બે અકસ્માત સર્જાયા..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

પ્રાપ્ત વિગતો અનુસાર  બેંગ્લોર તરફથી મશીનરી સામાનનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ આઈસર ટેમ્પો.ન.જી.જે.01.એચ.ટી.0850 જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટહાઉસ પાસેનાં વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા ઘટના સ્થળે આઈસર ટેમ્પો માર્ગની સાઈડ સંરક્ષણ દીવાલ સાથે અથડાઈને શીર્ષાશન હાલતમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં આઈસર ટેમ્પો સહિત મશીનરી સામાનનાં જથ્થાને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.જ્યારે બીજા બનાવમાં મહારાષ્ટ્રનો એક બાઈક સવાર માર્ગની સાઈડનાં ખાડામાં ખાબકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.સાપુતારા ઘાટમાર્ગનાં ગણેશ મંદિર પાસેથી મહારાષ્ટ્રનો એક ઈસમ બાઈક નં.એમ.એચ.15.એન.5523 લઈ પસાર થઈ રહયો હતો.તે વેળાએ  અચાનક જ બાઈક સ્લીપ થઈ જતા બાઇકચાલક માર્ગની સાઈડનાં ઊંડા ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો.અહીં બાઈકને જંગી નુકસાન થયુ હતુ. જ્યારે બાઈક ચાલકને પણ નાની મોટી ઈજાઓ પોહચી હતી…

Back to top button
error: Content is protected !!