GUJARATTHARADVAV-THARAD

પાસા હેઠળ બે બુટલેગરની અટકાયત, દારૂ હેરાફેરી સામે વાવ-થરાદ પોલીસ કડક

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

વાવ-થરાદ જિલ્લા પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી અને સપ્લાયમાં સંડોવાયેલા બે બુટલેગરની પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરી છે. આ કાર્યવાહી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ડામવા માટે કરવામાં આવી છે.જિલ્લા મેજિસ્ટ્રેટ, વાવ-થરાદ દ્વારા પાસાની દરખાસ્તો મંજૂર કરવામાં આવ્યા બાદ વોરંટ ઇશ્યુ કરાયા હતા. થરાદ પોલીસ સ્ટેશને તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં આરોપીઓને વિવિધ સ્થળોએથી ઝડપી પાડ્યા હતા.
પોલીસનો ઉદ્દેશ્ય એવા આરોપીઓને ફરીથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા અટકાવવાનો છે જેઓ અગાઉ ગુનાઓમાં જેલમુક્ત થયા બાદ ફરી સક્રિય થતા હોય છે. અટકાયત કરાયેલા બંને આરોપીઓને જુનાગઢ અને અમરેલી જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.પાસા હેઠળ અટકાયત કરાયેલા આરોપીઓમાં ઇસ્લામખાન સુરતાનખાન જાચ (મુસ્લિમ), રહે. રતૈઉ ફતુમીયાનાડી, તા. ગીડા, જી.બાડમેર (રાજસ્થાન) અને નેનારામ જેઠારામ કુંભારામ સારણ (જાટ), રહે. સાંચોર, જી. જાલોર (રાજસ્થાન)નો સમાવેશ થાય છે.

Back to top button
error: Content is protected !!