BHUJGUJARATKUTCH

ભુજ ખાતે ‘ક્લાઇમેટ ચેન્જ એન્ડ લાઇવલીહુડ સિનારિયો ઇન ડ્રાયલેન્ડ્સ’ વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ સંપન્ન.

પર્યાવરણીય પડકારો, જળ વ્યવસ્થાપન અને આજીવિકાના સ્ત્રોતો અંગે રાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતો દ્વારા મંથન કરાયું.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઈકોલોજી દ્વારા‘ટ્રીઝ ઓફ કચ્છ’ પુસ્તકનું વિમોચન કરાયું

ભુજ, તા-૨૪ ફેબ્રુઆરી : ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (GUIDE), ભુજ દ્વારા કચ્છના શુષ્ક પ્રદેશોમાં આબોહવા પરિવર્તન અને આજીવિકાની સ્થિતિ પર ૨૦ અને ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન બે દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ (CCLSD’ 2026) નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદના પેટ્રન તરીકે સંસ્થાના ચેરમેન શ્રી વી.એસ. ગઢવી (નિવૃત્ત IAS) અને વાઈસ-ચેરમેન શ્રીમતી વિજયાલક્ષ્મી શેઠ (નિવૃત્ત IPoS) એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાઈડના ડાયરેક્ટર ડો. વી. વિજય કુમાર, ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. રચના ચંદ્રા અને સહ-સેક્રેટરીઓ ડો. નિકુંજ ગજેરા તથા ડો. એસ.કે. સાજન દ્વારા કરવામાં આવ્યું હતું.પરિસંવાદમાં મુખ્ય અતિથિ તરીકે પ્રાંસગિક પ્રવચન કરતાં બરકતતુલ્લા યુનિવર્સિટી, ભોપાલના પૂર્વ કુલપતિ અને નેશનલ વાઈલ્ડલાઈફ બોર્ડના સભ્ય ડો. આર. જે. રાવે ‘ઇકો-ટુરિઝમ: ક્લાઇમેટ ચેન્જ સામે લડવાનું સાધન’ વિષય પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં ડો. જયેશ ભટ્ટ અને સાથી લેખકો દ્વારા તૈયાર કરાયેલ ‘ટ્રીઝ ઓફ કચ્છ’ (Trees of Kachchh) પુસ્તકનું વિમોચન કરાયું હતું, જેના સંપાદક તરીકે ડો. રોહિત પટેલ, ડો. રચના ચંદ્રા, ડો. વિજય કુમાર અને એ.પી. સિંઘ (IFS) એ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.આ પરિસંવાદમાં ક્લાઇમેટ ચેન્જ અને ડ્રાયલેન્ડ ઇકોસિસ્ટ વિષય પર વાત કરતાં ડૉ. દીપક આપ્ટેએ મધ્ય એશિયાઈ ફ્લાયવેના પક્ષીઓના રક્ષણ અંગે, ડો. આર.વી. સંજય મોલુરે અર્ધ-શુષ્ક ઇકોસિસ્ટમના પડકારો અંગે અને નવી દિલ્હીના નીતિન બસ્સીએ બદલાતા હવામાનની વચ્ચે ભારતના જળ સંકટ પર વક્તવ્ય આપ્યું હતું.વેલસ્પનના વાઈસ પ્રેસિડેન્ટ ડો. કે.ટી. રમેશ કુમારે પ્રદૂષણ રોકવા અને ઝીરો ડિસ્ચાર્જ માટે પોલિસીની જરૂરિયાત સમજાવી હતી. ડો. એન. લલિતાએ ‘વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ’ (ODOP) ને ગ્રામીણ આજીવિકા માટે જરૂરી ગણાવી હતી. ડો. રવિ યાદવે વાયુ પ્રદૂષણને કારણે થતા મૃત્યુઆંક અંગે ચિંતા વ્યક્ત કરી હતી, જ્યારે ડો. સીમા શર્માએ મહિલાઓના પરંપરાગત ઇકોલોજીકલ જ્ઞાન પર વ્યક્ત આપ્યું હતું.મુખ્ય વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલે સંરક્ષણ અને ઘન કચરા વ્યવસ્થાપન સાથે ‘વન હેલ્થ’ કોન્સેપ્ટને સમજાવ્યો હતો. ડો. પી.એ. અઝીઝે આબોહવા પરિવર્તનને કારણે વિસ્થાપિત થતા લોકો માટે આંતરરાષ્ટ્રીય કાયદાકીય માળખાની ઉણપ અંગે ચર્ચા કરી હતી. ડૉ. આર. પાર્થસારથીએ ભૂગર્ભ જળ માટે પોલીસી બેઝ્ડ આયોજન બાબતે સૌને માહિતગાર કર્યા હતા. જ્યારે સેપ્ટ યુનિવર્સિટીના ડો. મોના અય્યરે ‘વોટર સેન્સિટિવ સિટીઝ’ અને શહેરમાં વર્તમાન સમયમાં ઉદ્ભવેલી પૂરની સમસ્યાઓ વિશે વાત કરી હતી.પરિસંવાદના અંતે પેનલ ડિસ્કશન અને પોસ્ટર પ્રેઝન્ટેશન યોજાયું હતું. જેમાં શ્રેષ્ઠ પોસ્ટર, સ્પીડ ટોક અને ઓરલ પ્રેઝન્ટેશન માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ૨૦૦થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સને ડીપીએ, ડીઆરડીએ, અદાણી ફાઉન્ડેશન, વેલસ્પન, એગ્રોસેલ, એમેઝોન, વનવિભાગ અને અન્ય સંસ્થાઓના સહયોગથી યોજાઈ હતી.પરિસંવાદ દરમિયાન ગાઈડના ચેરેમેનશ્રી શ્રી વી.એસ. ગઢવી, ડો. આર. જે. રાવ, કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ, વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલ (IFS), ડો. પી.એ. અઝીઝ અને ડો. દીપક આપ્ટે એ પ્રાંસગિક ઉદ્ધબોધન કર્યું હતું,

Back to top button
error: Content is protected !!