કાલોલ પંથકમાં અકસ્માતે મોત ના બે અલગ-અલગ બનાવ બન્યાં, કરંટ લાગતા યુવાનનું મોત તથા પતરું તુટી પડતા વૃદ્ધનુ મોત.
તારીખ ૧૯/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પંથકમા અકસ્માતે મોત ના બે અલગ-અલગ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમા કાલોલ તાલુકાના મોટી કાનોડ ગામે કલ્પેશકુમાર કાળુભાઈ ચૌહાણ નામનો ૨૮ વર્ષીય યુવક સોમવારે રાત્રે કપડા બદલાવા માટે લોખંડના તાર ઉપર મૂકેલ રૂમાલ લેવા જતા વીજળીનો કરંટ લાગતા સરકારી હોસ્પિટલ મા મરણ પામ્યા હોવાની જાણ સતીષકુમાર કાળુભાઈ ચૌહાણ દ્વારા કાલોલ પોલીસ મથકે કરાયેલ છે જ્યારે અન્ય એક બનાવમાં ખોડી ના મુવાડા ગામે રહેતા ૭૨ વર્ષીય ચીમનભાઈ નાનાભાઈ સોલંકી રવિવારે સવારમાં ઘરના છાપરા ઉપર પતરાની સફાઈ કરવા માટે ચડ્યા હતા ત્યારે અચાનક છત ઉપર નુ પતરું તુટી પડતા નીચે પડી ગયા હતા અને તેઓને પીઠના ભાગે ઈજાઓ થતાં ગોધરા સિવિલ હોસ્પિટલમાં દવા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યા મંગળવારે બપોરે સારવાર દરમિયાન મરણ પામ્યા હોવાની કાલોલ પોલીસ મથકે તેઓના જમાઈ દિલીપસિંહ ચંદ્રસિંહ સોલંકી રે રતનપુર રેલીયા દ્વારા કરાતા પોલીસે બીએનએસ કલમ 194 હેઠળ નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.