BHACHAUGUJARATKUTCH

કચ્છ જીલ્લાના લાકડીયા સરકારી હોસ્પિટલમાં ખાતે બે નવીન ૧૦૮ એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરવામાં આવ્યું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ,તા-૦૪. ઓક્ટોબર : કચ્છ જીલ્લાના લાકડીયા સરકારી હોસ્પિટલમાં ખાતે બે નવીન ૧૦૮ એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરવામાં આવ્યું છેલ્લા ૧૮ વર્ષથી ઈમરજન્સી મેડીકલ સારવારમા મોખરે એવી ૧૦૮ ની નવી એમ્બ્યુલન્સના આગમનથી કચ્છની આરોગ્ય સેવા વધુ મજબૂત બનશે.લાકડીયામા ૧૦૮ ના એમ્બ્યુલન્સનુ લોકાર્પણ માન.ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું એમ્બ્યુલન્સને લીલીઝંડી આપીને લોકોની સેવામાં રવાના કરવામાં આવી હતી એમ્બ્યુલન્સ લોકાર્પણના આ કાર્યક્રમમાં માન.ધારાસભ્ય વિરેન્દ્રસિહ જાડેજા , કચ્છ જીલ્લા પંચાયતના પ્રમુખ જનક સિંહ જાડેજા, ભચાઉના અગ્રણી વિકાસભાઈ રાજગોર, વાઘજી છંગા ભચાઉ તાલુકાના આરોગ્ય વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર ડો.નારાયણ સિંહ,આધોઈ સરકાર હોસ્પિટલના અધિક્ષક ડો દિપલસાહેબ લાકડીયા સરકારી હોસ્પિટલના ડોક્ટર પરબતભાઈ ચૌધરી ,૧૦૮ એમ્બ્યુલન્સના જીલ્લા અધિકારી ડો.ભવરલાલ પ્રજાપતિ, ૧૦૮ ઇન્ચાર્જ કમલેશ પુરોહિત,રીઝવાન મનસસુરી,લાકડીયા ગામના આગેવાનો,લાકડીયા હોસ્પિટલ ના કર્મચારીઓ તથા ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીઓની ઉપસ્થિતમા ૧૦૮ એમ્બ્યુલન્સનુ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!