GUJARAT
શિનોરના ભેખડા ગામ ની બે N,R,I દીકરીઓએ પ્રાથમિક સ્કૂલમાં સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું
શિનોર તાલુકાના ભેખડા ગામની બે એનઆરઆઇ દીકરીઓ વતનમાં આવતા પ્રાથમિક શાળામાં ભણતા તમામ બાળકો તથા ગામના નાના તમામ બાળકોને શિયાળાની ઠંડી ના રક્ષણ માટે ગરમ સ્વેટર નું વિતરણ કરવામાં આવ્યું હતું. ભેખડા ગામની પ્રાથમિક શાળામાં બાળકો આવેલા હતા તે સમયે ભેખડા ગામની બે એન.આર દીકરીઓ પોતાના વાલી સાથે શાળામાં આવીને પ્રાથમિક શાળામાં ભણતા તમામ બાળકોને ઠંડીના રક્ષણ મળે તે માટે ગરમ સ્વેટરનું વિતરણ કરાયું હતું. સાથે સાથે શાળામાં આચાર્ય તુષારભાઈ પટેલ દ્વારા શાળા ઉપરાંત ગામમાં જે પણ જરૂરિયાતમંદ નાના બાળકો હતા.તેમની યાદી બનાવી હતી તે તમામ બાળકોને પણ આ બે દીકરીઓ દ્વારા ગરમ સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ બે દીકરીઓ દાયમાં ધરતી બેન અજેન્દ્રસિંહ અને પટેલ પ્રભાવતી બેન હર્ષદભાઈ નો શાળાના આચાર્ય તુષાર પટેલ સહિત એસએમસી સભ્યો તથા સમગ્ર ગ્રામજનો વતી દાતા બહેનોનો આભાર માન્યો હતો.શાળાના તમામ બાળકો સ્વેટર મળવાથી ખૂબ જ આનંદિત દેખાતા હતા..





