કાલોલ તાલુકાના બે ગામમાં વીજ કરંટ લાગવાની દુઃખ ઘટના સામે આવી.કનેટીયા અને ગોકળપુરા ગામે વીજ કરંટ લાગતા બે વ્યક્તિના મોત.

તારીખ ૦૫/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના કનેટીયા ગામના મોટા ફળીયા અને કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન નજીક આવેલા ગોકળપુરા ગામના પ્રાથમિક શાળા પાસેના ફળીયામાં આમ બંને ગામોમાં ત્રણ વ્યક્તિઓને વીજ કરંટ લાગવાની દુઃખદ ઘટના સામે આવી છે જેમાં બે વ્યક્તિઓના મોત નિપજતાં પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી જ્યારે એક મહિલાને વીજ કરંટ લાગતા ગોધરા સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ વિગત અનુસાર કાલોલ તાલુકાના ગોકળપુરા ગામે રહેતા સાવિત્રીબેન શનાભાઇ રાઠોડ ઉ.વ.૪૭ નાઓ તેઓના ઘરે લોખંડનો તાર બાંધેલ હોય જે તાર ઉપર કપડા સૂકવવા જતા અકસ્માતે કરંટ લાગતા બળવંતસિંહ શનાભાઇ રાઠોડ ઉ.વ.૪૫ છોડાવવા જતા તેઓને જમણા હાથ પર તાર અડકી જતા કરંટ લાગતા કાલોલ સરકારી દવાખાને મરણ પામ્યા હતાં જ્યારે સાવિત્રીબેન ને કરંટ લાગવાથી વધુ ઇજાઓ થતા વધુ દવા સરવાર માટે ગોધરા સીવીલ હોસ્પિટલમાં રીફર કર્યા હતા જ્યારે બીજા બનાવમાં કાલોલ કનેટીયા ગામના અનિલકુમાર મગનભાઈ પરમાર ઉ.વ. ૨૦ નાઓ તેઓના ઘરમાં લગાવેલ ઈલેક્ટ્રીક બોર્ડનો વાયર જોડતા હતા તે વખતે અચાનક હાથના તથા છાતીના ભાગે ઈલેક્ટ્રીક કરંટ લાગતા કાલોલ સરકારી દવાખાને લાવતા મરણ પામ્યા હતા બનાવની જાણ થતાં કાલોલ પોલીસ તરત જ રેફરલ હોસ્પિટલ ખાતે પોહચી પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા અને અકસ્માત મોત અંગે નો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.






