BANASKANTHA

થરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું

21 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમા એન.એસ. એસ.યુનિટ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ ની ઉજવણીના ભાગરૂપે તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ ઉપક્રમે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું.જેમાં નિબંધ સ્પર્ધામાં,વકતૃત્વ સ્પર્ધામાં અને ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રત્યેક સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોમાંથી પ્રથમ સ્પર્ધક યુનિવર્સિટી ખાતે યોજાનાર સ્પર્ધા માટે પસંદગી પામશે.(૧) વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ નંબરે દેસાઈ મિત્તલ પાંચાભાઈ, દ્વિતીય નંબરે દેસાઈ કિશનકુમાર ભીખાભાઈ, તૃતીય નંબરે થરેચા મનીષાબેન ચંદનજી.(૨) નિબંધ સ્પર્ધામાં પ્રથમ નંબરે વાધેલા કૃપાબા અનિરુદ્ધસિંહ દ્વિતીય નંબરે વાઘેલા દિવ્યાબેન, તૃતીય નંબરે રાવળ કાજલબેન (૩) ચિત્ર સ્પર્ધામાં પ્રથમ નંબરે ડાભી શુભેસિંહ બી.દ્વિતીય નંબરે પ્રજાપતિ અનિલભાઈ સોમાભાઈ,તૃતીય નંબરે ચૌહાણ રીનાબેન એન.સમગ્ર સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતાઓને કોલેજના આચાર્ય ડૉ.દિનેશકુમાર એસ.ચારણ તેમજ કોલેજ પરિવારે શુભેચ્છાઓ પાઠવી હતી.સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રા.પ્રગ્નેશભાઈ પરમાર,પ્રા.મધુબેન પરમાર,પ્રા.ઝીલ શાહ,પ્રા.અનિતા નાઈ, પ્રા.મહેશભાઈ પરમાર, પ્રા.પુજાબેન સોની તેમજ પ્રા.ગૌરવભાઈ શ્રીમાળી ભૂમિકા અદા કરી હતી.કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ.ના પ્રા.ગૌરવભાઈ શ્રીમાળી તેમજસંચાલનપ્રા.મહેશભાઈપરમારકર્યું.આઅંગેનટવર.કે.પ્રજાપતિ એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!