GUJARATLIMBADISAYLASURENDRANAGAR

સાયલા ચોટીલા હાઈવે પર કાર ખાઈમાં પટકાતા બે વ્યકિતના મોત નિપજયા

મહીલા, પુત્ર, દીકરી ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડાયા

તા.29/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મહીલા, પુત્ર, દીકરી ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે ખસેડાયા

કચ્છમાંથી લગ્ન પ્રસંગ પતાવીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન આ ઘટના બની હતી એક જ પરિવારના બે લોકોના મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો હતો તો બીજી તરફ મહીલા, પુત્ર, દીકરી ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા છે આ રોડ પર એક માસ દરમિયાન અકસ્માતમાં આઠ લોકોના મોત થયા છે સમગ્ર અકસ્માતને લઈ ટ્રાફિક પોલીસે તપાસ હાથધરી છે મૃતકોનો મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડયા છે બીજી તરફ પરિવારના નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથધરી છે સાયલાથી ત્રણ કિલોમીટર દૂર દ્વારકા તરફથી પુના તરફ જઈ રહેલી કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા પલટી મારી જવા પામી હતી જેમાં બે વ્યક્તિના મોત થયા હતા આ બાબતે સાયલા પીએસઆઇ એચ જી ગોહિલ અજયભાઈ બુધેલીયા, મુકેશભાઈ પરમાર, કમલેશભાઈ ચૌહાણ સહિતના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તને સાયલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા આ બાબતે પોલીસની પ્રાપ્ય માહિતી મુજબ મહારાષ્ટ્રના પુનાના વતની સંજયભાઈ ગોવિંદભાઈ રૂઢ અને તેમના પત્ની ઈશિતાબેન અને દીકરો ધીરજભાઈ તેમજ નજીકના સગા ચક્રધારા રાજુભાઈ રાઠોડ સાથે કચ્છમાં લગ્નમાં ગયા હતા અને લગ્નની રસમ પૂરી કરીને દ્વારકાથી પુના તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન સાયલાથી ત્રણ કિમી દૂર કારચાલકે સ્ટેરીંગ કાબુ ગુમાવતા કાર પલટી મારી જવા પામી હતી જેમાં સંજયભાઈ અને ચક્રધારા રાઠોડનું મોત થયું હતું બંનેની લાશ સાયલા દવાખાને મોકલી આપવામાં આવી હતી. અને ઇજાગ્રસ્ત ઈશિતાબેન અને ધીરજભાઈને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. આ બાબતની પુના ખાતે રહેતા સંજયભાઈના પરિવારને જાણ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.જ્યારે બીજા અકસ્માતમાં સાયલા માર્કેટિંગ યાર્ડ પાસે પૂરઝડપે પસાર થતાં ડમ્પર ચાલક તે છત્રીયાળા ગામના દશરથભાઈ રણછોડભાઈ મકવાણાને અડફેટે લેતા શરીરના ભાગે ગંભીર ઈજા થતાં તેમને સાયલા દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.પરંતુ હાથના ભાગે ગંભીર ઈજા થવાને કારણે તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવામાં આવ્યા હતા. આ અકસ્માત બાબતે સાયલા પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!