GUJARATSURENDRANAGARWADHAWAN

વઢવાણ આદર્શ સોસાયટી પાછળ મફતીયા પરા પાસે જાહેરમાં ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા બે ઈસમો ઝડપાયા.

ચાઈનીઝ દોરીની ફીરકી નંગ 25 કિ.રૂ.7500 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.11/01/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચાઈનીઝ દોરીની ફીરકી નંગ 25 કિ.રૂ.7500 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.કો. બળદેવસિંહ પરબતસિંહ પઢીયાર નાઓને મળેલ બાતમી અધારે હકીકત મળેલ કે સાહીલભાઇ સુનીલકુમાર ત્રીવેદી રહે વઢવાણ પાવર હાઉસ સામે આદર્શ સોસાયટી પાછળ મફતીયા પરૂ વાળો વઢવાણ આદર્શ સોસાયટી પાછળ મફતીયા પરાના નાકે જાહેરમા ઉભો રહી પોતાના કબજા ગેરકાયદેસર ચાઇનીઝ દોરી રાખી વેપાર ધંધો કરે છે જે આધારે મે.જીલ્લા મેજી.સા સુ.નગર ચાઇનીઝ તુકકલ દોરીના જાહેરનામાં અનુશંધાને રેઇડ કરતા સાહીલભાઇ સુનીલકુમાર ત્રીવેદી રહે વઢવાણ પાવર હાઉસ સામે આદર્શ સોસાયટી પાછળ મફતીયા પરૂ વઢવાણ સુરેન્દ્રનગર વાળો પોતાના કબ્જામા મોનો ફીલ ગોલ્ડ લખેલ ફીરકી નંગ ૬ કી.રૂ.૧૮૦૦નો મુદામાલ ગેરકાયદેસર રાખી મુદામાલ સાથે રેઇડ દરમ્યાન પકડાઇ જઇ ગુનો કરેલ હોય જેથી મજકુર આરોપી વિરુધ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડીવીઝન પો.સ્ટે. ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી જેમાં તપાસ દરમ્યાન આરોપી વિમલભાઇ જયેશભાઇ વીમલ જયેશભાઇ રહે પાવર હાઉસ સામે આદર્શ સોસાયટી પાછળ મફતીયા પરા વાળાના પાસેથી ચાઇનીઝ દોરી લાવેલાનું કબુલ કરતા આરોપી કરતા આરોપી વિમલભાઇ જયેશભાઇ વીમલ જયેશભાઇ રહે પાવર હાઉસ સામે આદર્શ સોસાયટી પાછળ મફતીયા પરા વાળા મોનો ફીલ ગોલ્ડ લખેલ ફીરકી નંગ ૧૯ કિં રૂ. ૫,૭૦૦ ચાઇનીઝ દોરીની ફીરકીઓના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!