ANANDGUJARATUMRETH

ઉમરેઠ પોલીસે બાતમીના આધારે જુગાર રમતા પાંચ જુગારીઓની ધરપકડ કરી.

પ્રતિનિધિ:ઉમરેઠ
તસ્વીર:કુંજન પાટણવાડીયા

આજ રોજ ઉમરેઠ પોલીસ ને બાતમી મળી હતી કે નગરમાં આવેલ માર્કેટયાડમાં કેટલાક ઇસમો ખુલ્લામાં જુગાર રમી રહ્યા છે ત્યારે ઉમરેઠ પોલીસ તત્કાલ ત્યાં પહોંચીને જુગાર રમતા પાંચ જુગારીઓને દબોચ્યા હતા.ઉમરેઠ શહેરમાં ઉમરેઠ પોલીસ જવાનો પેટ્રોલિંગ કરવા માટે નિકળ્યા હતા ત્યારે કોન્સ્ટેબલ પ્રવિણસિંહને બાતમી મળી હતી કે ઉમરેઠ ઓડ બજાર વિસ્તારમાં આવેલ માર્કેટયાર્ડ માં કેટલાક ઇસમો ખુલ્લામાં જુગાર રમી રહ્યા છે ત્યારે પોલીસ બાતમીના જણાવેલ સ્થળે તપાસ કરી તો પાંચ જુગારીઓ ખુલ્લામાં જુગાર રમી રહ્યા હતા જેથી આ પાંચે જુગારીઓ૧) લાલાભાઇ બબાજી મારવાડી ૨)નસરૂલ્લાખાન ઉર્ફે કાલુખાન કાસમખાન પઠાણ
૩) ઇબ્રાહિમમીયા રસુલમીયા શેખ ૪) આસિફખાન ઐયુબખાન પઠાણ ૫) અકબરખાન જાકુખાન પઠાણ ની રોકડ રકમ રૂ.૩૩૨૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Back to top button
error: Content is protected !!