વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
મોરબી ખાતે પરશુરામ ધામમાં આજરોજ બપોરે ત્રણ વાગ્યે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટની સામાન્ય સભા મળી હતી. બેઠકનું અધ્યક્ષ સ્થાન ટ્રસ્ટના પ્રમુખ ડૉ. અનિલભાઈ મહેતાએ સંભાળેલ હતું.ચૂંટણી ઇન્ચાર્જ તરીકે શ્રી ભુપતભાઈ પંડ્યા અને નિરીક્ષક તરીકે કચ્છ-સૌરાષ્ટ્ર બ્રહ્મ અગ્રણી એડવોકેટ એચ.એલ. અજાણી સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મોરબી શહેરના બ્રહ્મ સમાજ પ્રમુખ આર.કે. ભટ્ટ સાહેબ, પરશુરામ ધામ મોરબીના પ્રમુખ હસુભાઈ પંડ્યા તેમજ અન્ય આગેવાનો હાજર રહ્યા હતા.
સભામાં સર્વસંમતિથી મોરબી જિલ્લાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં ડૉ. બી.કે. લહેરૂને પ્રમુખ, હળવદના અગ્રણી શ્રી અજયભાઈ રાવલ ઉર્ફે અજય મામાને મહામંત્રી તેમજ એન.એન. ભટ્ટ સાહેબ અને પ્રશાંતભાઈ મહેતાને કારોબારી સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા.હાજર રહેલા તમામ સભ્યોએ નવ નિયુક્ત હોદ્દેદારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવેલ હતી.