BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નબીપુરની હોટલ વિસામોના કમ્પાઉન્ડમાંથી બંધ પડેલી ટ્રાકોમાં બિનધિકૃત સંગ્રહીત કરેલો ડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 પર નબીપુર નબીપુર બ્રીજ નજીક હોટલ વિસામોના કમ્પાઉન્ડમાંથી બિનધિકૃત સંગ્રહીત કરેલો ડીઝલ 120 લીટર જેની કિંમત રૂપિયા 10,800 ના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમો LCB ટીમે ઝડપી પાડ્યા હતા.આ ત્રનેવને વધુ તપાસ અર્થે નબીપુર પોલીસમાં.સોંપવામાં આવ્યા છે.
ભરૂચ LCB ના પીએસઆઈ સબ ઈન્સ્પેક્ટર એમ.એમ. રાઠોડ અને તેમની ટીમ રાત્રી પેટ્રોલીંગમાં હતી.તે સમયે માહિતી મળી હતી કે,નેશનલ હાઈવે નંબર 48 નબીપુર બ્રીજ નજીક આવેલી હોટલ વિસામોના સંચાલકે તેની હોટલના કંમ્પાઉન્ડમાં બંધ હાલતમાં પડેલા ટ્રકોની ડીઝલ ટેન્કમાં શંકાસ્પદ ડીઝલનો જથ્થો સંતાડી રાખ્યો છે.જેંથી માહિતી મળતા જ એલ.સી.બી.પોલીસ સ્ટાફે માહિતી વાળા સ્થળની તપાસ કરતા હોટલ વિસામોના કમ્પાઉન્ડ માં બિનઅધિકૃત સંગ્રહીત ડીઝલના જથ્થો 120 લીટર જેની કિંમત રૂ.10,800 મળી આવ્યો હતો.
આ ડીઝલ સાથે પોલીસે નબીપુરની નવીનગરીમાં રહેતા ગૌતમસિંગ પપ્પુસિંગ લબાના (સરદાર), સોનુસિંગ કવલજિત મજબીશીખ (સરદાર) અને રણજીતસિંગ સતનામસિંગ ગીલને ઝડપી પાડ્યા હતાં.પોલીસે ત્રણેય વિરુધ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી આગળની કાર્યવાહી અર્થે પકડાયેલા ઈસમો તથા મુદ્દામાલ નબીપુર પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!