GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ખેલ મહાકુંભ અન્વયે જિલ્લા કક્ષાની અંડર ૧૭ મહિલા બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ

તા.15/11/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: ગુજરાતના યુવાનો રમતગમત ક્ષેત્રે પોતાનું આગવું કૌશલ્ય ઝળકાવે તે માટે રાજ્ય સરકારના રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા દર વર્ષે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. જેમાં રાજ્યના વિવિધ તાલુકાઓના છેવાડાના વિદ્યાર્થીઓ તથા યુવાનો વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લે છે.
જેના ભાગરૂપે હાલ, ખેલ મહાકુંભ ૨૦૨૫ અંતર્ગત જિલ્લા કક્ષાની અંડર ૧૭ મહિલા બાસ્કેટબોલ સ્પર્ધા રાજકોટની ક્રાઈસ્ટ સ્કુલ ખાતે યોજાઈ હતી. જેમાં રાજકોટની સેન્ટ પૌલ સ્કુલની વિદ્યાર્થિનીઓ પ્રથમ ક્રમાંકે, આર.કે.સી.ની વિદ્યાર્થિનીઓ દ્વિતીય ક્રમાંકે અને એસ.એન.કે. સ્કુલની વિદ્યાર્થિનીઓ તૃતીય ક્રમાંકે વિજેતા બની સ્કૂલને ગૌરવ અપાવ્યું હતું. આ સ્પર્ધામાં રાજકોટ જિલ્લાની વિવિધ શાળાઓની વિદ્યાર્થિનીઓએ ખુબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો.





