
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ નગરના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા નેત્રંગ પીએમશ્રી ગુજરાત ખાતે આચાર્ય પિયુષભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રંગોત્સવ – ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કરવામાં આવી હતી. શાળાની વિધાર્થિનીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. શાળાના કુલ 100 જેટલા તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હરેન્દ્રસિંહ દેશમુખ, જિલ્લા પંચાયત સભ્ય વર્ષાબેન દેશમુખ, ભરૂચ જિલ્લા ભાજપના મીડિયા વિભાગના સહ સંયોજક બ્રિજેશ પટેલ, માજી સરપંચ બાલુભાઈ વસાવા, બી.આર.સી. સુધાબેન વસાવા, શૈક્ષિક મહાસંઘ ભરૂચ ના અધ્યક્ષ પુષ્પરાજસિંહ ગોહિલ,
મહામંત્રી કમલેશભાઈ, રાજનભાઈ ગાવિત તેમજ વાલી મિત્રો, શાળા પરિવાર અને વિધાર્થીની ઓ ઉપસ્થિત રહી હતી.




