
વાત્સલ્યણ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
ભુજ,તા-૧૨ સપ્ટેમ્બર : ગુરૂવાર આઈ.સી.ડી.એસ. ભુજ ઘટક – ૩ દ્વારા માધાપર ખાતે સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી નીતાબેન સી. ઓઝાના માર્ગદર્શન હેઠળ તથા શ્રી જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ડી.ડી. પંડયાના અધ્યક્ષસ્થાને “૭માં રાષ્ટ્રીય પોષણ માહ – ૨૦૨૪” ની પાંચ થીમ પૈકી એનીમિયા (TEST, TREAT & TALK ) અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં કુકમા -૧ સેજાના આંગણવાડી કાર્યકરો દ્વારા “એક પેડ માં કે નામ” થીમ અંતર્ગત વૃક્ષોના જતન અંગે નાટ્યની રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમને આગળ વધારતા માધાપર – ૧૨ આંગણવાડી કેન્દ્રના કાર્યકર દ્વારા પોષણ માહ અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં કરવાની થતી કામગીરી તથા લાભાર્થીઓ સુધી વધુમાં વધુ લાભ પહોંચાડવા અંગે માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ડી.ડી. પંડયા દ્વારા પોષણ માહ અંતર્ગત કરવાની થતી કામગીરી, ટી.એચ.આર.ના વિશેષ ઉપયોગ તથા એનીમિયા જાગૃતિ અંગે સમજણ આપવામાં આવી હતી. આયુષ ડીપાર્ટમેન્ટ દ્વારા બહોળી સંખ્યામાં આંગણવાડી કાર્યકરોની આરોગ્ય તપાસ કરી એમને હોમિયોપેથીક દવાઓ આપવામાં આવી હતી તથા એનીમિયા જાગૃતિ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ ઉપરાંત જિલ્લા આરોગ્ય શાખા દ્વારા આંગણવાડીના લાભાર્થીઓ જેમાં સગર્ભા માતા, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.. આ ઉપરાંત કચેરી હસ્તક ચાલતી પૂર્ણા યોજના અંતર્ગત આંગણવાડી કાર્યકરોને કચેરીના મુખ્યસેવીકાશ્રીઓ દ્વારા પૂર્ણા મોડયુલની તાલીમ આપવામાં આવી હતી. આ પ્રસંગે તાલીમના પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.






