વિશેષ કામગીરી કરનાર શિક્ષકનું ઉત્કર્ષ મંડળ દ્વારા સન્માન
22 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
વિશેષ કામગીરી કરનાર શિક્ષકનું ઉત્કર્ષ મંડળ દ્વારા સન્માન.બનાસકાંઠા જિલ્લા ઉત્કર્ષ મંડળની કારોબારી સભા અને શિક્ષક સન્માન કાર્યક્રમ પી . એમ.શ્રી કેમા ચોકસી પ્રા. શાળા પાલનપુર ખાતે યોજાયો.જેમાં દાનવીર, પ્રતિભાશાળી, નિવૃત્ત શિક્ષકો તેમજ વિશેષ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ટોકરીયા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી રામજીભાઈ હેમરાજભાઈ રોટાતર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલ વિશેષ કામગીરીની નોંધ લઇ તેમને સન્માન પત્ર, મોમેન્ટો, પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં અધ્યક્ષ સન્માનીય ટીપીઈઓ સાહેબ શ્રી આર. જે .ડાભી સાહેબ,માનનીય જિલ્લા પ્રમુખ ઉત્કર્ષ મંડળ શ્રી વાલાભાઈ પરમાર,મહામંત્રી શ્રી જીતુભાઈ પરમાર, શ્રી કિશનભાઇ પરમાર ભોજન દાતા, શ્રી જીગ્નેશભાઈ સણોદરીયા brcco પાલનપુર, શ્રી નરેશભાઈ બૌદ્ધ ચેરમેન શ્રી ઉત્કર્ષ મંડળી, વિવિધ તાલુકા પ્રમુખશ્રીઓ/મંત્રીશ્રીઓ, જિલ્લાના પ્રતિનિધિઓ, ડિરેક્ટરશ્રીઓ,દાનવીર શિક્ષક દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં પધારેલ શિક્ષક ભાઈ બહેનો હાજર રહ્યા હતા. પાલનપુર તાલુકા ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર, બકુલભાઈ પરમાર અને તેમની ટીમ, તેમજ સાથી મિત્રોના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.
આ અગાઉ શ્રી રામજીભાઈ રોટાતરની વિશેષ કામગીરીને ધ્યાને લઈને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.