GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

“વૃક્ષો માટે મહિલાઓ”અભિયાન અંતર્ગત કાલોલ નગરપાલિકા દ્વારા હિન્દુ સ્મશાન વિસ્તારમાં વૃક્ષા રોપણનુ આયોજન કરાયું

 

તારીખ ૨૩/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ગુજરાત સરકાર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી રહેલ છે જે અંતર્ગત તારીખ ૨૩/૧૧/૨૦૨૫ મંગળવારના રોજ અમૃત 2.0 પ્રોજેક્ટ અંતર્ગત ૭૦ મહાનગર પાલિકા અને નગરપાલિકા ના ૧૩૬ પ્રોજેક્ટ રૂપિયા 5.11કરોડ ના શુભારંભના અવસરે કાલોલ નગરપાલિકા વિસ્તારમાં આવેલ હિન્દુ સ્મશાન વિસ્તારમાં “વૃક્ષો માટે મહિલાઓ” (WOMEN FOR TREES CAMPAIGN) અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શૈફાલીબેન ઉપાધ્યાય, કાલોલ શહેર ભાજપા પ્રમુખ કલ્પેશભાઈ પારેખ તથા નગરપાલિકાના સભ્યો હરિકૃષ્ણભાઇ પટેલ અને યુવરાજસિંહ રાઠોડ ની હાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં”વુમન ફોર ટ્રી કેમ્પિંગ”અંતર્ગત સ્વ સહાય જૂથ ને વૃક્ષોનું જતન કઈ રીતે કરવું તે અંગે માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ ધોળકા નગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રી કેમ્પિંગ પ્રોગ્રામ ઓનલાઇન નિહાળ્યા બાદ વૃક્ષારોપણ કરી પ્રોગ્રામ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!