GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN
જોરાવરનગરમાં પશુ ચોરીના વિરોધમાં માલધારી સમાજમાં રોષ ફેલાયો, પશુચોર ગેંગને ઝડપી લેવા માલધારી સમાજની માંગ ઉઠી

તા.21/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અવાર નવાર માલધારીઓના માલઢોરની ચોરી થઈ રહી છે સુરેન્દ્રનગરમ ઘરમાં બાંધેલા માલઢોર પણ હવે સુરક્ષિત નથી જેના વિરોધમાં મોટી સંખ્યામાં માલધારીઓ આજે પોલીસ મથકે એકઠા થયા હતા જ્યાં તેમને પોતાના માલઢોરની ચોરીઓ થતી હોવાની રજૂઆત કરી હતી વારંવાર માલઢોર ચોરી કરતી ગેંગને લઈ માલધારી સમાજમાં રોષ ફેલાયો છે નદી કાંઠે માલધારીઓ દ્વારા ઘરમાં બાંધેલા ઢોરની આવારા તત્વો રાત્રી દરમ્યાન ઉઠાંતરી કરી રહ્યા હોવાની તેમને રજૂઆત કરી હતી માલઢોર ચોરી કરતી ગેંગને ઝડપી લેવાની માંગ કરવામાં આવી હતી તમામ માલધારી સમાજે જણાવ્યું કે, આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કરી અને પશુ ચોર ગેંગને ઝડપી લેવામાં આવે ઘરમાં બાંધેલી ગાયો ચોરી થવાની ઘટના મુદ્દે તાત્કાલિક તપાસની માંગ કરાઈ હતી.



