જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ મદદનીશ શ્રમઆયુક્ત કચેરી ગાંધીધામ-કચ્છ અને બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી ટાસ્કફોર્સ કમિટીના સભ્યો દ્વારા ગાંધીધામ ખાતે સધન તપાસ હાથ ધરાઈ
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-ગાંધીધામ કચ્છ.
ગાંધીધામ,તા-26 માર્ચ : જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ મદદનીશ શ્રમ આયુક્ત કચેરી, ગાંધીધામ-કચ્છ અને બાળ શ્રમયોગી પ્રથા નાબૂદી ટાસ્કફોર્સ કમિટીના સભ્યો દ્વારા તારીખ 26/3/2025 ના રોજ ગાંધીધામ ખાતે સધન તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ૦૧ બાળ શ્રમયોગી અને ૦૧ તરુણ શ્રમયોગીઓને કામે રાખેલ ૦૧ સંસ્થા વિરુદ્ધ લેબર ઓફિસરશ્રી ગાંધીધામ દ્વારા ચાઈલ્ડ લેબર એફ્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરેલ છે. અને સંસ્થા વિરુધ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફ.આઈ.આર. દાખલ કરાવેલ છે.લેબર ઓફિસર અને કમિટીના સભ્યો દ્વારા ગાંધીધામ ખાતે બાળ અને તરુણ શ્રમયોગી એક્ટની સમજ આપવામાં આવેલ અને બાળકોને કામે ન રાખવા માટે સમજાવવામાં આવેલ હતા, અને ભવિષ્યમાં જો આ કાયદાનો ભંગ કરવામાં આવશે તો કડક કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવેલ છે.