
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.
ભચાઉ,તા-૦૯ માર્ચ : પ્રેરણા પ્રવાસ શરૂઆત વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉના વડા અને સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. આર. એમ. જાડેજા દ્વારા ખેડૂતોને ઉત્સાહસભર ઉદબોધ્યા તથા પ્રવાસનું આયોજન તેમના માર્ગદર્શન હેઠળ કરાયેલ હતું. પ્રથમ જિલ્લા બહારનો પ્રેરણા પ્રવાસ અંતર્ગત ૩૫ તથા દ્વિતીય પ્રેરણા પ્રવાસ દરમિયાન ૫૦ ખેડૂતો મદદનીશ સંસોધન વૈજ્ઞાનિક ડૉ વાય. એચ. રાઠવા તથા ખેત મદદનીશ જસપાલસિંહ ડાભી અને મહેશ મરવાડિયા દ્વારા ખેડૂતોની આજીવિકામા વધારો થાય તેમજ આધુનિક ટેકનોલોજીથી માહિતગાર બને તેમજ જિલ્લાના ખેડૂતો ને ખેતીમા ઉપયોગી ભલામણો ના ફાયદાનું જીવંત નિદર્શન નિહાળી શકે તેનું આયોજન કાળજી પૂર્વક કરવામાં આવેલ હતું. પ્રથમ જિલ્લા બહારનો પ્રેરણા પ્રવાસ જેનું આયોજન તારીખ ૨૪/૦૨/૨૦૨૬ થી ૨૬/૦૨/૨૦૨૬ દરમ્યાન કરવામાં આવેલ હતું. જેમાં કચ્છ જિલ્લાના ખેડૂતોને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનીવર્સીટી, સરદારકૃષિનગર ના વિવિધ સંશોધન કેન્દ્રો: ૧) પાક સુધારણા કેન્દ્ર, ૨) તેલીબિયા સંશોધન કેન્દ્ર, ૩) પશુ વિજ્ઞાન સંશોધન કેન્દ્ર, ૪) કઠોળ સંશોધન કેન્દ્ર, ૫) કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા તથા બનાસકાંઠા જિલ્લાના વિવિધ પ્રગતિશીલ ખેડૂતોના ખેતરની મુલાકાત કરાવેલ હતી. સરદારકૃષિનગર દાંતીવાડા મહાવિદ્યાલયના વિવિધ સંશોધન કેન્દ્રો દ્વારા વિવિધ પાકો ની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ ની માહિતી જે તે સંશોધન કેન્દ્રોના સંશોધન વડા તથા સંશોધન વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને આપવામાં આવેલ હતી. બનાસકાંઠા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો દ્વારા કરાતી વિવિધ પાકોની ખેતી તેમના જ ખેતર ઉપર ખેડૂતોએ ખેતીમાં અપનાવવાતી વિવિધ નવીન ખેતી પદ્ધતિઓ વિશે માહિતી મેળવી હતી. ત્યારબાદ, એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની મુલાકાત કરવામાં આવી.દ્વિતીય પ્રેરણા પ્રવાસનું આયોજન તારીખ ૦૫/૦૩/૨૦૨૬ થી ૦૯/૦૩/૨૦૨૬ દરમિયાન કરવામાં આવેલ છે. ભાવનગર જિલ્લાના અંજીરની ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂતના ખેતરની મુલાકાત કરેલ હતી મુલાકાત દરમિયાન અંજીર ની ખેતી ની સંપૂર્ણ માહિતી મડેલ હતી તથા અંજીરની ખેતીમાં અપનાવવામાં આવેલ સંપૂર્ણ યંત્રીકરણ (Mechanization) ના ફાયદા ખેડૂતો ને જાણવામાં આવેલ હતા.ત્યારબાદ ખેડૂતો ને સારંગપુર સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા સંચાલિત ગૌશાળા તથા પ્રાકૃતિક ફાર્મ ની મુલાકાત કરવામાં આવેલ હતી અને પ્રાકૃતિક કૃષિથી થતા ફાયદા વિશે માહિતી મેળવેલ હતી. તળાજા ખાતે અષ્ટાંગ આયુર્વેદિક હોસ્પિટલ, સોસીયો ગામ ખાતે અંબાની નર્શરી તેમજ અલંગ શિપયાર્ડ, પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાત લેવામાં આવી હતી. ભાવનગરના પ્રેરણા પ્રવાસ દરમિયાન ખેડૂતોને નારિયેળી સંશોધન કેન્દ્ર, મહુવા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી તથા વિસ્તાર ના પ્રગતિશીલ ખેડૂતોના ખેતર ખાતે મુલાકાત કરાવવામાં આવશે.






