
વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ અને આત્મા પ્રોજેક્ટ, જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) અંતર્ગત સ્વયંપ્રેરિત ખેડૂત તાલીમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી, ડો.વી.પી.ચોવટીયાના અધ્યક્ષસ્થાને, કિસાન વિકાસ ભવન, સરદાર સ્મૃતિ કેન્દ્ર, કૃષિ યુનિ. જૂનાગઢ ખાતે યોજાઈ હતી.આ તાલીમના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ખેતવાડી વિભાગ તેમજ આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા. તેમજ જૂનાગઢ જિલ્લાના ચાર તાલુકા (જૂનાગઢ, મેંદરડા, વંથલી, માણાવદર) માંથી કુલ ૭૪ ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ તાલીમ કાર્યક્રમમાં ખેડૂતોને નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) વિશે યોજનાકીય માહિતી, પ્રાકૃતિક ખેતીના સિદ્ધાંતો અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ તેમજ ડેમોન્સ્ટ્રેશન વગેરે વિષયો પર માસ્ટર ટ્રેનર તેમજ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમજ યુનિવર્સિટી હસ્તકના જુદા-જુદા ફાર્મ અને કૃષિ દર્શનાલય મ્યુઝીયમની મુલાકાત થકી પ્રત્યક્ષ રીતે નેચરલ ફાર્મિંગ અંગે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સંશોધન નિયામકશ્રી, ડો.એ.જી. પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ડો.એન.બી.જાદવ, કુલસચિવશ્રી, ડો.વાય.એચ.ઘેલાણી ઉપસ્થિત રહયા હતા તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો.એચ.સી.છોડવડીયા, સહ વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીએ કર્યુ હતુ.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




