DAHODGUJARAT

વિકાસ સપ્તાહ અંતર્ગત દાહોદમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગત ગરબાડા તાલુકામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

તા.૧૪.૧૦.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:વિકાસ સપ્તાહ અંતર્ગત દાહોદમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગત ગરબાડા તાલુકામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર – મીનાકયાર સબ સેન્ટર અને માધ્યમિક શાળા, ગરબાડા-૬ ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) અંતર્ગત “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” હેઠળ વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને તમાકુના નુકસાન વિશે જાગૃત કરવો અને તેમને વ્યસનમુક્ત જીવન માટે પ્રેરિત કરવો હતો. COTPA-2003 (Cigarettes and Other Tobacco Products Act, 2003) વિષે માહિતગાર કરાયા, મોઢાનો કેન્સર અને અન્ય ગંભીર રોગો વિષે વિગતવાર માહિતી આપવામાં આવી, પેમ્પલેટ વિતરણ, પોસ્ટર પ્રદર્શન, અને ગ્રુપ ચર્ચા દ્વારા સમજણ આપવામાં આવી હતી.આ પ્રેરણાત્મક કાર્યક્રમ દ્વારા નાગરિકોમાં તમાકુ છોડવાની તથા સ્વસ્થ અને સર્જનાત્મક જીવનશૈલી અપનાવવાની પ્રેરણા મળી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દર્દીઓને તેમની જગ્યાએ જ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો. એટલે કે, આરોગ્ય કેન્દ્ર સુધી નહિ પરંતુ આરોગ્ય સેવા ગામલોકો સુધી પહોંચાડવી. આ કાર્યક્રમમાં CHO , ફાર્માસિસ્ટ, MPHW અને જવસિંહભાઈ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હતી. આ સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત તથા તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. અવિનાશ ડામોરના માર્ગદર્શન હેઠળ આરોગ્યલક્ષી વિવિધ IEC પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!