BHACHAUGUJARATKUTCH

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” હેઠળ ભચાઉ મધ્યે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્‌ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ,તા-૧૮ ઓક્ટોબર : ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) અંતર્ગત “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો યોજાયો.તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. નારાયણ સિંઘ સાહેબ, સી.એચ.સી.અધિક્ષક ડો.કુમાર સાહેબ ના માર્ગદર્શન અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવેલ.અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોમાં તમાકુથી થતા નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન COTPA-2003 (Cigarettes and Other Tobacco Products Act, 2003) ના નિયમો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ મોઢાના કેન્સર જેવા ગંભીર રોગોના જોખમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. સાથે તમાકુ ના વ્યસન થી કેન્સર, શ્વાસ ની તકલીફ, બ્રોનકાઈટીસ, કાયમી ખાંસી, ન્યુમોનિયા ની તકલીફ થાય છે. પાન-મસાલા , ગુટખા થી મોઢા અને ડોક નું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. મોઢા સાથે સંકળાયેલ અવયવો દાંત, અન્નનળી, સ્વર પેટી ,સ્વાદુ પીંડ વગેરે ને પણ અસર થાય છે. તમાકુ માં રહેલા નિકોટીન અને ચુના ની અંદર નું કેલ્શિયમ ભેગા મળી લોહી ની દબાણ વધારે છે. તમાકુ થી રક્તવાહિની ની વ્યાધી, પગ ની અંદર સખત દુખાવો, એસીડીટી, અજીર્ણ, અપચો, કબજીયાત, જઠર તેમજ પકવાસય ની ચાંદી, લકવા થવા ની શક્યતાઓ તમાકુ ના વ્યસન થી વધી જાય છે. સગર્ભા સ્ત્રી ધુમ્રપાન કરતી હોય તો નબળા વજન નું બાળક જન્મે છે કે મૃત બાળક જ્ન્મવા ની શક્યતાઓ વધી જાય છે.આમ તમાકુ થી થતુ નુકશાન અને છોડવાના ઉપાયો ની વિગતવાર માહિતી તાલુકા હેલ્થ સુપરવાઈઝર દિપક દરજી , રાજુભાઇ પટેલ , વિક્રમ ભાઈ પરમાર , ઝહીર બાંડી , ભાવેશ ચાવડા એ આપેલ.

Back to top button
error: Content is protected !!