ANJARGUJARATKUTCH

અંજાર ખાતે “પા પા પગલી” પ્રોજેક્ટ હેઠળ ભૂલકાં મેળો યોજાયો.

આંગણવાડીમાં આવતા બાળકો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની ૧૭ થીમ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.

અંજાર,તા-૦૧ ડિસેમ્બર : કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તથા ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગાની વિશેષ ઉપસ્થિતિમાં અંજાર ટાઉનહોલ ખાતે સંકલિત બાળ વિકાસ સેવા યોજના અંતર્ગત “પા પા પગલી” પ્રોજેક્ટ હેઠળ ભૂલકાં મેળો 3.0 યોજાયો હતો.ભુલકાં મેળામાં Low Cost Teaching Learning Materials ની પ્રદર્શની અને સ્પર્ધા યોજવામાં આવી હતી. આ પ્રસંગે આંગણવાડીમાં આવતા બાળકો દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણની ૧૭ થીમ આધારિત કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ ભૂલકાં મેળામાં વિજેતા થયેલી કૃતિઓ હવે રાજકોટ ખાતે ઝોન કક્ષાના ભૂલકાં મેળામાં રજૂ કરાશે. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં બાળકોના વાલીઓ તથા આમ નાગરિકોએ ઉત્સાહભેર હાજરી આપી હતી.આજના મેળામાં તાલુકા પંચાયત તથા નગર પાલિકા પ્રમુખશ્રી, જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષશ્રી, અંજાર વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રી અંજાર, પ્રોગ્રામ ઓફિસરશ્રી ICDSની ઉપસ્થિતિ રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!