બાકરોલ ક્લસ્ટ ની પ્રાથમિક શાળામાં વેકેશન સમર કેમ્પ યોજાયો.
તારીખ ૧૧/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકના બાકરોલ ક્લસ્ટ માં આવેલી બાકરોલ પ્રાથમિક શાળામાં વેકેશન વર્કશોપ અંતર્ગત બે દિવસીય સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોમાં શિક્ષણ સાથે વ્યવસાયિક શિક્ષણ પણ મેળવે એ હેતુથી શાળાના આચાર્ય સતિષભાઈ તેમજ શાળા પરીવાર દ્રારા આ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં બે દિવસ દરમિયાન બાળકોની માં સર્વાગી વિકાસ થાય તે માટે પ્રથમ દિવસે મહેંદી તેમજ વેસ્ટ બોટલમાંથી બોટલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે બીજા દિવસે નદીના વેસ્ટ પથ્થરમાંથી પેપર વેઇટ અને પથ્થર પેઇન્ટિંગ કરવામાં આવ્યું સાથે બાળકોને મજા આવે તે માટે અંતે રમત પણ રમાડવામા આવી હતી. બંને દિવસે બાળકોને કેમ્પ ના અંતે બિસ્કિટ ની મોજ કરાવવામાં આવી હતી સદર કાર્યક્રમ માં ક્લસ્ટ ના સી. આર. સી કો ઓ તરીકે હાજર રહી બાળકોને પ્રેરક પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેમાં શાળાના શિક્ષક દિનેશભાઇ ખાંટ પણ હાજર રહી બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.






