GUJARATKUTCHMANDAVI

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં SVEEP હેઠળ સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં સતત વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશભાઈ મહેશ્વરી-માંડવી કચ્છ.

માંડવી, તા-10 એપ્રિલ  : લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત જિલ્લામાં SVEEP હેઠળ સમગ્ર જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં સતત વિવિધ મતદાર જાગૃતિની પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે નખત્રાણા તાલુકાની વેડહાર પ્રાથમિક શાળા ખાતે મતદાન જાગૃતિ અંગે વિવિધ પ્રવૃત્તિ કરવામાં આવી હતી. વેડ હાર પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8 ના જેટલા બાળકો દ્વારા મતદાન જાગૃતિ માટે રેલી કાઢવામાં આવી હતી. તથા તમામ બાળકો દ્વારા પ્રતિજ્ઞા લઇને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!