GUJARATKUTCHMANDAVI

SVEEP અંતર્ગત કચ્છમાં આદિપુર, વરાડીયા તથા નાની ખાખરમાં મતદાન જાગૃતિ અંગે પ્રવૃત્તિઓ યોજાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.

માંડવી, તા – 04 એપ્રિલ  : સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન (SVEEP) અંતર્ગત કચ્છ જિલ્લામાં મતદારો અને પ્રથમ વખત મતદાન કરનારા મતદારોમાં મતદાન જાગૃતિ આવે તે માટે તાજેતરમાં આદિપુર ખાતે લીલાશા મંદિરે આયોજીત જન્મજયંતિ મહોત્સવમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર કચ્છની કચેરી દ્વારા બનાવવામાં આવેલા સેલ્ફી પોઇન્ટના માધ્યમથી મતદાન જાગૃતિ અંગે પ્રવૃતિઓ કરવામાં આવી હતી.લીલાશા મંદિર ખાતે આયોજીત જન્મજયંતિ મહોત્સવમાં નાના મોટા સૌ મતદારોને સેલ્ફી પોઇન્ટ સુધી લાવવામાં આવ્યા હતા. સૌ મતદારોએ સેલ્ફી પોઇન્ટના માધ્યમથી “હું મતદાન અવશ્ય કરીશ” નો સંદેશ ફેલાવ્યો હતો..આ ઉપરાંત અબડાસા તાલુકાના વરાડીયા ગામમાં મતદાન જાગૃતિ અંતર્ગત ‘vote for india ” થીમ પર પ્રવૃતિ કરવામા આવી હતી. દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ મતદારની બી.એલ.ઓ.શ્રી ધ્વારા મુલાકાત લઇ અને મતદાનનુ મહત્વ સમજાવવામાં આવ્યુ હતું. જયારે નાની ખાખરના વિદ્યાર્થીઓ દ્વારા મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિનો સંદેશ નાગરિકો સુધી પહોંચાડવામાં કરવામાં આવ્યો હતોજિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રી અમિત અરોરા અને નાયબ ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચ્છ અને જિલ્લા SVEEP નોડલ અધિકારી શ્રી બી.એમ.વાઘેલા નેતૃત્વ હેઠળ સમગ્ર SVEEP પ્રવૃત્તિઓનું તાલુકા કક્ષાની ટીમો સંભાળી રહી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!