કાલોલ કુમાર શાળા ખાતે ટવીનીંગ કાર્યક્રમ અંતર્ગત કાતોલ પ્રાથમિક શાળાનું નગરની યજમાન શાળાએ હાર્દિક સ્વાગત કર્યું.

તારીખ ૧૭/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ તારીખ ૧૭/૧૨/૨૦૨૫ ને બુધવારે કાલોલ કુમાર શાળા ખાતે ટવીનીંગ કાર્યક્રમ અંતર્ગત કાલોલ તાલુકાની કાલોલ કુમાર ક્લસ્ટરની કાતોલ પ્રાથમિક શાળાનું યજમાનશાળા કાલોલ કુમાર શાળાએ હાર્દિક સ્વાગત કર્યું હતું જેમાં કાતોલ પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠ ના બાળકોએ કાલોલ કુમાર શાળાની શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમનો લ્હાવો લઈ અરસપરસ જ્ઞાન વહેંચી નવી તરેહ સાથે કદમ મિલાવી નવું નવું જાણ્યું હતું. કુમાર શાળામાં ચાલતા સ્માર્ટ ક્લાસ માં ભણી અને વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગોના નિદર્શન કાલોલ કુમારના વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રીતે રજૂ કર્યા જે જોવાનો ને માણવાનો આહલાદક અનુભવ કાતોલના બાળકોએ દ્ર્શ્ય શ્રાવ્ય માધ્યમ દ્વારા આનંદ માણ્યો હતો
કાલોલ કુમારના ધોરણ છ થી આઠના બાળકો ગત તારીખ ૧૫/૧૨/૨૦૨૫ ના રોજ કાતોલ પ્રાથમિક શાળા ખાતે જઈ અને ત્યાંના બાળકો સાથેનો સાંસ્કૃતિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનું આદાન-પ્રદાન કરી અને શિક્ષણની નવી તરે સાથે કદમ મિલાવવા પ્રયત્ન કર્યા હતા.એકંદરે સરકારના નવા શૈક્ષિણક અભિગમ દ્વારા શાળામાં ચાલતા વિવિધ ઉપક્રમ સાથે વિધાર્થીઓ વાકેફ થયા હતા.જ્યાં બાળકોએ પફ ની જયાફત માણી હતી.








